Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગાંધીનગરમાં કેપિટલ રેલવે સ્ટેશન પાછળ અંડરપાસ બનાવવા માટે 572 જેટલા ગેરકાયદેસર ઝુંપડા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું

ગાંધીનગર: શહેરના કેપીટલ રેલવે સ્ટેશનના પાછળના ભાગે રોડથી રોડ એટલે કે, વાવોલ સાથે જોડતો અંડરપાસ ૩૩ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી બે વર્ષ પહેલા હાથ ધરાઇ હતી અંડરપાસની મોટાભાગની કામગીરી પુર્ણ થયા બાદ -રોડ તરફના છેડાની કામગીરી કરવા માટે અહીંના ઝુંપડા નડતરરૂપ હતા જેને લઇને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી તો બીજીબાજુ ઝુંપડા અને દબાણોનો મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો ત્યાર બાદ અહીંના ૧૨૮ ઝુંપડાધારકોને ડ્રો કરીને કોલવડા ખાતે આવસો પણ ફાળવવામાં આવ્યા હતા તેમ છતા અહીં દબાણો ઠૈરને ઠૈર હતા જેને પગલે એક મહિના પહેલા કલેક્ટર કચેરી, પાટનગર યોજના વિભાગ તથા કોર્પોરેશન તંત્ર દ્વારા સંયુક્તરીતે કાચા-પાકા ૫૦૦ જેટલા ઝુંપડા તથા દબાણો દુર કરવા માટે ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ તે વખતે પણ સ્થાનિકોએ કોર્ટના દ્વાર ખખડાવતા કામગીરી પર સ્ટે આવી ગયો હતો ત્યાર બાદ મામલો કોર્ટમાં હતો તે વખતે કલેક્ટરે અહી રહેતા ઝુંપડાવાસીઓ તથા અહીંના આગેવાનો સાથે વાટાઘાટો કરી હતી જેથી ઘણા દબાણકારોએ સ્વયંભૂ પોતાના દબાણો દુર કર્યા હતા અને બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા હતાતો બીજીબાજુ કોર્ટમાંથી પણ દબાણો દુર કરવાની મંજુર મળી ગયા બાદ ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે ભારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દુર કરવા માટે ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યું હતું દસથી વધુ બુલડોઝર અને મજુરોને દબાણો તોડવા માટે કામે લગાવવામાં આવ્યા હતા ત્યારે સવારથી ચાલુ કરવામાં આવેલી દબાણો દુર કરવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. શરૂઆતમાં ગણતરી કરવામાં આવી તે વખતે જગ્યાએ નડતરરૂપ ૫૭૨ કાચા-પાકા ઝુપડાંના દબાણો હતા જેમાંથી ૧૨૮ ઝુંપડાધારકોને આવાસ ફાળવી દેતા તેઓ ત્યાં રહેવા જતા રહ્યા હતા જ્યારે ૪૦૦થી વધુ દબાણો ઉપર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દબાણો દુર કર્યા બાદ અંડરપાસની બાકી રહેલી કામગીરી પણ ઝડપથી પુર્ણ કરવામાં આવશે અને અંડરપાસનું બને તેટલા ઓછા સમયમાં લોકાર્પણ કરવાનું પણ સરકાર વિચાર રહી છે અંડરપાસ બન્યા બાદ ખથી રોડને જોડતો વધુ એક રસ્તો મળશે એટલે કે, વાવોલ તરફ જવા-આવવાનો વધુ એક માર્ગ બનશે

(4:41 pm IST)