Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વડોદરાના આજવા રોડ પર રિક્ષામાં મુસાફરોને બેસાડવા મુદ્દે 19 વર્ષીય રીક્ષા ચાલક પર ચપ્પુથી જીવલેણ હુમલો થતા કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા: શહેરના આજવારોડ શ્રીહરિ ટાઉનશિપ પાસે ત્રણ દિવસ પૂર્વે રિક્ષામાં મુસાફરો બેસાડવાના મુદ્દે ૧૯  વર્ષના રિક્ષાચાલક યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આજે સવારે યુવકનં૧ મોત થયુ હતું. ઝઘડો  અલગ-અલગ કોમના રિક્ષા ડ્રાયવર વચ્ચે હોય બનાવ પડઘા પડે તે માટે પોલીસે તકેદારીરૃપ પગલા ભર્યા હતા

આજવારોડ સાગર સ્ટુડીયોની સામે  શિવનગરમાં રહેતો ૧૯ વર્ષનો હાર્દિક ઉર્ફે લાલા  નાજાભાઇ ભરવાડ પારૃલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પરંતુ હાલમાં કોલેજ બંધ હોય  પિતાની રિક્ષા ફેરવે છે. હાર્દિકના મિત્ર અલ્પેશ ભરવાડને થોડા દિવસ પૂર્વે રિક્ષામાં મુસાફરો બેસાડવાના મુદ્દે સરફરાજ મયુદ્દીન બચારવાલા (રહે. બહાર કોલોની આજવારોડ) સાથે ઝઘડો થયો હતો

તેની અદાવત રાખી સરફરાજે આજવારોડ શ્રીહરિ ટાઉનશિપ પાસે અલ્પેશ ભરવાડ સાથે ઝઘડો કર્યો હતો. તે  ઝઘડામાં છોડાવવા વચ્ચે પડનાર  હાર્દિકના ગળા પર આરોપી સરફરાજે ચપ્પુના ઘા ઝીક્યા હતા.  ગળાની નશ કપાઇ જતા ઇજાગ્રસ્ત હાર્દિક ઉર્ફે લાલો લોહીલુહાણ થઇ ગયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.  આજે હાર્દિકનું મોત થતા  બાપોદ પોલીસે હત્યાની કોશિશની મૂળ ફરિયાદમાં ગત્યાની કલમ ૩૦૨ ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. આરોપીને જે તે સમયે ધરપકડ કરી જેલમાં મોકલી અપાયો હતો. 

(4:40 pm IST)