Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વડોદરા: બિલ-ચાપડ રોડ નજીક કાર પાર્ક કરી ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે જુગારીને પીસીબી પોલીસે ઝડપી 10.82 લાખની રોકડ જપ્ત કરી

વડોદરા: શહેર નજીક બીલ- ચાપડ રોડ પર કાર પાર્ક કરીને આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં બે સટોડિયાઓને પીસીબી પોલીસે ઝડપી પાડી ૧૦.૮૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, બીલ ચાપડ રોડ પર વળાંક પાસે એક કારમાં ત્રણ વ્યક્તિઓ બેસીને ક્રિકેટનો સટ્ટો રમાડે છે.

જેથી, પીસીબી પોલીસની  ટીમે ઉપરોક્ત  સ્થળે રેઈડ પાડીને કારમાંથી બે સટોડિયાઓ . કિરણ પ્રવિણભાઈ જીંગર (રહે. રીતુપાલ ટાવર, માંજલપુર) અને . નિતીન કિશનભાઈ ઝા. (રહે. કબીર સોસાયટી, માંજલપુર) મળી આવ્યા હતા. જ્યારે વ્યાસકાકા  નારના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. કિરણ જીંગર અને નિતીન ઝા આઈપીએલમાં રમાતી કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઈઝ હૈદ્રાબાદ વચ્ચેની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનથી સટ્ટો રમાડતા હતા. પોલીસે રોકડા રૃપિયા ૬૨ હજાર ત્રણ મોબાઈલ ફોન, અને કાર મળીને કુલ રૃપિયા ૧૦.૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(4:40 pm IST)