Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

એકની એક પુત્રીએ પ્રેમ લગ્ન કરી પિયરનું ઘર છોડી દેતા આઘાતમાં આવી વડોદરાના પિતાએ ઝેરી દવા ગટગટાવી

વડોદરા: શહેરમાં રહેતા પરિવારની એકની એક પુત્રી પ્રેમલગ્ન કરીને ઘર છોડીને જતી રહેતા પિતાને ભારે આઘાત લાગ્યો હતો. પુત્રીના  આવા પગલાથી હતાશ થઇ ગયેલા પિતાએ ઝેરી દવા પીને આપઘાત કરી દીધો હતો

તાલુકા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર સીંધરોટ ગામ કૃષ્ણનગરમાં રહેતા રમેશભાઇ  રયજીભાઇ રાઠોડ રીક્ષા ડ્રાયવીંગ કરે છે. તેમને સંતાનમાં એકની એક પુત્રી હતી. જે અભ્યાસ કરીને ઘરે હતી. ગત ૩જી ઓકટોબરે  તેમની પુત્રી ઘરે રજિસ્ટર્ડ મેરેજની કોપી મૂકીને પતિના ઘરે જતી રહી હતી

પુત્રીના આવા પગલાથી રમેશ રાઠોડને  ભારે આઘાત લાગ્યો હતો અને ત્યારબાદ તેઓ ગૂમસૂમ રહેતા હતા. ગત  ૭મી તારીખે ભીમપુરા ગામ નર્મદા કેનાલ પાસે જઇને રમેશભાઇએ ઝેરી દવા પી લીધી હતી અને થોડા સમય પછી ભાણેજને ફોન કરીને  કહ્યું હતું કે, હું કેનાલ પાસે છું અને ઝેરી દવા પી લીધી છે

(4:40 pm IST)