Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વડોદરાના તરસાલી નજીક બાઈક પર જતા બે મિત્રો નાળામાં ખાબકતા ગંભીર રીતે ઇજાથી એકનું મૃત્યુ

વડોદરા: શહેરમાં રાત્રે હોટલમાં જમીને બાઇક પર આવતા બે મિત્રો નાળામાં પડી જતા બંન્નેને ઇજા પહોંચી હતી જે પૈકી એક  મિત્રનું હોસ્પિટલમાં લઇ જતા સમયે મોત થયું હતું.

તરસાલી વિશાલનગરમાં રહેતો દિશાંત દિપકભાઇ પારેખ અને તેના મિત્રો રાહુલ કદમ, આકાશ નાયક તથા કૃણાલ ચાલકે ગતરાત્રે હોટલમાં જમવા ગયા હતા રાત્રે સાડા અગિયાર વાગ્યે તેઓ જમીને પરત આવતા હતાં તે સમયે બરોડા ડેરીથી આઇ.ટી.આઇ. જતાં રોડ પર આર્મી કેમ્પની સામે નાળામાં રાહુલ કદમ તથા દિશાંત બાઇક સાથે પડી ગયા હતાં. બાઇક ચલાવતા રાહુલ તથા પાછળ બેઠેલા દિશાંતને ગંભીર ઇજાઓ પહોંચી હતી બંન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે દિશાંતનું મોત નિપજ્યું હતું. મકરપુરા પોલીસે બાઇક ચાલક રાહુલ કદમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ૧૫ દિવસ પૂર્વે રોડ પર એક મહિલાનું મોપેડ સ્લીપ થઇ જતાં તેનું મોત નિપજ્યું છે.

(4:39 pm IST)