Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વડોદરામાં પ્રેમલગ્ન કરી સાસરીમાં રહેવા ગયેલ પરિણીતા પર સાસરિયાએ ત્રાસ ગુજારતા મહિલાએ ફિનાઈલ ગટગટાવ્યું

વડોદરા: પ્રેમલગ્ન કરીને સાસરીમાં રહેવા ગયેલી પરિણીતા પર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફિનાઇલ પણ પી લીધુ હતું.

તરસાલી માધવનગરમાં રહેતી સ્ટેલા નામની યુવતીનો સોસાયટીમાં રહેતા ભાવેશ તુકારામ તેલંગ સાથે પ્રેમ સંબંધ થયો હતો. જેથી વર્ષ ૨૦૧૭ માં તેને ભાવેશ સાથે લગ્ન કર્યા હતા. સ્ટેલાએ પતિ ભાવેશ, સસ રા તુકારામ, સાસુ કલાબેન તથા નણંદ મયૂરી સામે મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, અમારા પ્રેમલગ્ન મારા સાસુ, સરા અને નણંદને પસંદ હોય હું સાસરીમાં રહેવા ગઇ ત્યારથી મારી સાથે ઝઘડો કરતા હતા અને મારા પતિને મારા વિશે ખોટી ચઢમણી પણ કરતા હતાં. મારી નણંદ મારા પતિને મારી ચઢમણી કરતા ખોટા મેસેજ પણ મોકલતી હતી. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ચાર થી પાંચ વખત પિયરમાં જતી રહી હતી. પરંતુ, મારા પરિવારજનો મારો સંસાર ના બગડે તે માટે મને સમજાવીને પરત મોકલતા હતાં. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને મેં ફિનાઇલ પી લીધું હતું.

(4:39 pm IST)