Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વડોદરાની દુમાડ ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી કારમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી

વડોદરા: શહેરમાં ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દુમાડ ચોકડી પાસે વોચ ગોઠવી ઇન્ડિકા કારમાં છુપાવેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. સમા પોલીસે રૂપિયા 24 હજાર ઉપરાંતની કિંમત ધરાવતી દારૂની 58 બોટલો સહિત કુલ રૂપિયા 98630 ની મત્તા કબજે કરી આરોપીની પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી હતી.

વડોદરા ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગોલ્ડન ચોકડી તરફ થી દુમાડ ચોકડી તરફ રમેશ રાઠવા નામનો વ્યક્તિ ઇન્ડિકા કારમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો છુપાવી દુમાડ ચોકડી પાસેથી પસાર થવાનો છે.

જેના આધારે પોલીસે બાતમી મુજબની કારને કોર્ડન કરી અટકાવી હતી. પ્રાથમિક પૂછતાછ દરમિયાન ચાલક રમેશભાઈ રાઠવા (રહેવાસી ભુમસવાડા ગામ છોટાઉદેપુર )હોવાનું બહાર આવ્યું હતું.

કારની તલાશી લેતા અલગ અલગ જગ્યાએ સંતાડેલી વિદેશી દારૂની રૂપિયા 24940ની કિંમત ધરાવતી 58 બોટલો મળી આવી હતી

(4:39 pm IST)