Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અમદાવાદના કાલુપુરમાં કાપડની દુકાન ધરાવતા વેપારી પસેહી 59 લાખની કિંમતનો માલ ખરીદી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના કાલુપુરમાં કાપડની દુકાન ધરાવતા વેપારી પાસેથી રૂ.59,46,802 ની કિંમતનો જીન્સના કાપડનો માલ ખરીદી નાણાં ચુકવનારા ચાર જણા સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.નરોડામાં રહેતા અશોકકુમાર એસ.રાંકા કાલુપુર રેવડી બજારમાં જીન્સના કાપડનો વેપાર કરે છે. 2018માં તેમની દુકાનમાં અભયકુમારસિંહ તથા તેની પત્ની સારીકાસિંહે જઈને દિલ્હીમાં તામારા માલનું માર્કેટીંગ કરીશું કહીને નોકરી પર રાખવા કહ્યું હતું.

 

આથી અશોકકુમારે બમ્મેમે 50-50 હજારના પગારથી નોકરી રાખ્યા હતા. બન્ને જણા દિલ્હીમાં માર્કેટીંગ કરીને જુદી જુદી પાર્ટીઓને અશોકભાઈની દુકાને લાવતા હતા અને માલના પૈસા સમયસર આપી દેતા હતા.

દરમિયાન દિલ્હીમાં જે.બી.ઓસ્વાલ નામની દુકાન ધરાવતા સુનિલ જૈન અને તેના દિકરા સૌરભ જૈનને લઈને અભયકુમારસિંહ અશોકકુમારની દુકાને આવ્યો હતો. જેમાં પિતા પુત્રએ કાપડનો માલ ખરીદવાનું શરૂ કર્યું હતું અને માલના પૈસા પણ સમયસર ચુકવીને અશોકકુમારનો વિશ્વાસ જીતી લીધો હતો.

બાદમાં બન્નેએ અશોકકુમાર પાસેથી રૂ.59,46,802 ની કિંમતનો જીન્સના કાપડનો માલ ખરીદ્યો હતો. જોકે તેમણે નાણાં ચુકવતા અશોકકુમારે અભયકુમારસિંહ, સારીકાસિંહ, સુનિલ જૈન અને સૌરભ જૈન વિરૂધ્ધ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:38 pm IST)