Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કોરોનાકાળમાં પોલીસે પોતાના જીવની ચિંતા વગર ફ્રન્ટલાઇન વોરિયર તરીકે કામ કર્યુ છેઃ ગૃહમંત્રી

પોલીસની આ કામગીરીથી ગુજરાતનું ગોૈરવ વધ્યાનું જણાવ્યું પ્રદિપસિંહ જાડેજાએ

અમદાવાદ તા. ૧૦ : અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ કવાટર્સ ખાતે અમદાવાદ પોલીસ ફિટનેસ રિફોર્મ પ્રોજેકટ ૨૦૨૦-૨૧ના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોલીસ કર્મી ફીટ હશે તો તેની ફરજ સારી રીતે નિભાવી શકશે તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટનેસ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહયું કે,  ગુજરાતમાં શાંતિ છે તેનો શ્રેય પોલીસને જાય છે આ શાંતિના કારણે ગુજરાત સમૃદ્ઘ છે આ શાંતિ જાળવી રાખવાની જવાબદારી પોલીસની છે.

આ અવસરે ગૃહમંત્રીએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા ૨૭ પોલીસ જવાનોને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી.ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૧૯ માર્ચ ૨૦૨૦થી ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારથી લઇ આજ સુધી ગૃહ વિભાગે અનેક નોટિફિકેશન બહાર પાડ્યા છે જેનો પોલીસ તંત્રે સુપેરે અમલ કરાવ્યો છે તેમણે જણાવ્યું હતું કે પોલીસે કોરોનામાં કન્ટેન્મેન્ટઝોન માઈક્રો કન્ટેનમેન્ટઝોન  વિસ્તારમાં જઇને જરૂરીયાત મંદને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.વધુમાં તેમણે ઉમેર્યું કે જો પોલીસ લોકોમાં કાયદાનું અમલ કરાવતી હોવાથી અલગ છાપ હોય છે પણ કોરોના કાળમાં પોલીસે જ માનવીય અભિગમ સાથે કામ કરી પોતાની અલગ છબી ઉભી કરી છે

આ કાર્યક્રમમાં ગૃહરાજય મંત્રી ઉપરાંત અધિક મુખ્ય સચિવ ગૃહ શ્રી સંગીતા સિંહ પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:14 pm IST)