Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગરબા ઉપર પ્રતિબંધ આવકાર્ય પરંતુ રાજકીય રાસડા પણ બંધ થવા જોઇએ

નેતાઓ પેટા ચુંટણીનાં પ્રચારમાં નહીં રાખે તો લોકોને પણ નિયમભંગ કરતા વાર નહીં લાગે : સોશિયલ મીડીયામાં પ્રતિભાવ : પેટા ચુંટણી માટે રાતોરાત રેલી, ડોરટુ ડોર પ્રચાર માટે છુટ તો તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ કેમ

અમદાવાદ,તા. ૧૦: ગુજરાતની ઓળખ સમાન ગરબા નવરાત્રિ દરમિયાન પ્રથમ વખત નહીં યોજાય તેવો ઐતિહાસિક નિર્ણય સરકારે લીધો છે. તેને સમાજના વિશાળ વર્ગે કોરોના મુદે આવકાર્યો છે પરતુ જો સરકાર ગરબા ઉપર પ્રતિબંધ મૂકતી હોય તો વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય રેલીઓ, પ્રચાર સભા કે કાર્યકરોની પણ મીટિંગ કરશે તોતેયોગ્ય નહીં ગણાય તેવો મત સોશિયલ મીડિયા ઉપર વ્યકત કર્યો છે. નાગરિકો ગરબા સાથે આગામી તહેવારોની કોસેનાને ધ્યાનમાં રાખીને ઉજવણી નહીં કરવા સંમત થતા હોય તો નેતાઓએ પણ રાજકીયકાર્યક્રમો કરવામાં સંયમ સખવો પડશે તેવો અભિપ્રાય લોકો વ્યકત કરી રહ્યા છે.

રાજય સરકારે એકતરફ ગરબાથી લઇને દિવાળીના તહેવારો સુધી ધાર્મિક-સામાજિક મેળાવડા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે તેના સમાજમાંથી અનેક રીતે પ્રત્યાઘાત પડ્યા છે. કોસેના સંક્રમણના ખતરાથી બચવા માટે મહત્ત્।મ વર્ગે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે ત્યારે યુવા વર્ગ કેટલાક અંશે નિરાશ પણ થયો છે. સરકારના તાજેતરના વલણને જોતા ૨૦૦ વ્યકિત સુધીની મર્યાદામાં પણ ગરબાને નાના પાયે, શેરી ગરબા માટે મંજૂરી મળશે તેવી આશા હતી. જો કે હવે સરકારની જાહેરાતથી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જેને લઇને દિવસભર સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિભાવ પડ્યા હતા.લોકોએ પોતાનો મત વ્યકત કરતા કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણી અને અન્ય રાજયોની પેટા ચૂંટણીને લઈને કોરોના ગાઇડ લાઇનમાં તાત્કાલિક સુધારો કરીને રાજકીય રેલીઓ યોજવા છૂટ આપી છે. તે સાથે ડોર ટુ ડોર પ્રચાર પણ કરી શકશે. જેના કારણે ગુજરાતમાં પણ પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષોને તેનો લાભ મળશે. તો બીજી તરફ સરકારે ગરબા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. અત્યારે પણ ભાજપ અને કોંગ્રેસ સહિતના સજકીય પક્ષોની હાલ કાર્યકરો સાથેની કેટલીક મીટિંગની જે તસવીરો જોવા મળે છે તેમાં મોટાભાગે સોશિયલ ડિસ્ટન્શિંગ જોવા મળતું નથી. રાજકીય કાર્યક્રમમાં ગરબાઓ થતા પજ લોકોએ જોયા છે. જો સરકાર લોકો માટે નવરાત્રિ કે દિવાળી સહિતના પ્રિય ધાર્મિક તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકતી હોય તો રાજકીય કાર્યક્રમોમાં પણ કોરોના ગાઇડ લાઇનનું સંપુર્ણ પાલન કરવું પડશે અન્યથા લોકો પણ કાયદાનું છડચોક ઉલ્લંઘન કરવાની પ્રેરણા મેળવી શકે છે તેવી ભીતિ પણ એક વર્ગે ભકત કરી હતી.

(11:31 am IST)