Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક શખ્સને પકડતા ૧૯ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

રાજસ્થાન-અરવલ્લી-બાસવાડા-ઉદયપુરમાંથી વાહનો ચોરીને નિષ્ફીકર ફરતા પકડાયો

અમદાવાદ, તા., ૧૦: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશ્નર અમીત વિશ્વકર્માે તથા પોલીસ ઇન્સપેકટર એન.આર.બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરમાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સ્કોડના અધિકારીને સુચના કરેલ.

જેના આધારે પો.સ.ઇ. જે.ડી.બારોટ તથા સાથેના કર્મચારીઓ તા.૮ સાંજે અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એએસઆઇ વિષ્ણુભાઇ તથા અ.હે. કો.રાજેન્દ્રસિંહનાઓને બાતમી મળેલ કે ચોરી કરેલ નંબર વગરનું વાદળી કલરનું ટીવીએસ અપાચી મો.સા. ઉપર અખબાર નગર સર્કલ તરફથી આવી ભીમજીપુરા સર્કલ થઇ જુના વાડજ સર્કલ તરફ જવાનો છે તે ઇસમ વાહનોની ચોરીઓ કરવાની ટેવવાળો છ.

દરમ્યાન બાતમીમાં જણાવ્યા મુજબનો ઇસમ તેના કબ્જાનું ટીવીએસ અપાચી મોટર સાયકલ સાથે મળી આવતા જેનું નામ ઠામ પુછતા કરણસીંગ સ/ઓ નટવરસીંગ કુરીયાજી ચૌહાણ ગામ વખતપુરા, તા.ગડી થાના ગડી જી. બાંસવાડા રાજસ્થાનનું હોવાનું જણાવેલ અને મળી આવેલ મોટર સાયકલ બાબતે તેની પાસે કોઇ આરસીબુક કે આધાર પુરાવા ન હોય ઉપરોકત મોટર સાયકલ કિ. રૂ. ૩૦,૦૦૦નું ગણી કબજે કરવામાં આવેલ છે. આ આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

પકડાયેલ ઇસમની વધુ પુછપરછ કરતા આ મો.સા. તેણે તથા તેના અન્ય મિત્રો (૧) કિશન સુખલાલ ડોડીયાર રહે. ગામ પ્રતાપપુર તથા (ર) રાજેન્દ્રસીંગ સિસોદીયા રહે. ગામ વખતપુરા સાથે મળી દોઢેક મહીના પહેલા નારોલ વિશાલા રોડ ઉપર આવેલ કોઝી હોટેલની બાજુમાં કોમલ કંપનીના બહારથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે જે સંબંધે અમદાવાદ શહેર નારોલ પો.સ્ટે. ખાતે પાર્ટ-એ ગુ.ર.નં. ૭૮૬/૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ છે.

આ સિવાય આ કામના આરોપીની વધુ પુછપરછ કરતા તેણે તથા તેના ઉપર જણાવેલ મિત્રોએ મળી અમદાવાદ શહેર તથા અરવલ્લી જીલ્લા તથા રાજસ્થાન રાજયના જુદા જુદા શહેરોમાંથી અલગ-અલગ કુલ ૧૮ મોટર સાયકલોની ચોરી કરેલ હોય જે મોટર સાયકલો પણ આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ છે.

(11:30 am IST)