Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અમદાવાદમાં ઇસનપુરના ભાજપના વોર્ડ પ્રમુખની જાહેરમાં જન્મદિવસની ઉજવણી મામલે કેસ દાખલ

પોલીસે આયોજક વોર્ડના મહામંત્રી જીતુ સોલંકી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી

અમદાવાદ : શહેરના ઇસનપુર વિસ્તારમાં BJP વોર્ડ પ્રમુખ આતિશ પટેલના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયા બાદ રહી રહીને હવે પોલીસ જાગી છે. મીડિયામાં વિડીયો પ્રસારિત થયાના 24 કલાક બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ઇસનપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને દંડની વસુલાયો  છે. જેમાં જન્મ દિવસનું આયોજન કરનાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇસનપુર પોલીસે આયોજક વોર્ડના મહામંત્રી જીતુ સોલંકી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે

  . પોલીસનું કહેવું છે કે, જ્યારે આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ચાર થી પાંચ લોકોને આ માસ્કનો પહેરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરતું વિડ્યો વાયરલ થયા બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હાલ પોલીસે આયોજક વિરુદ્ધ ગુનો નોંધી સોશિયલ ડિસ્ટન્ડ્સ ભંગ કરનારા તમામ લોકો વિડ્યોના આધારે ધરપકડ કરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનિ જાળવણી કરવા માટે વારંવાર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. જો કે નિયમોનું પાલન નેતાઓ દ્વારા જ નથી કરાઇ રહ્યું. હાઇકોર્ટ દ્વારા આ અંગે ટકોર કરીને કડક કાર્યવાહી માટે સુચના પણ અપાઇ છે. તેવામાં શહેરના ઇસનપુર વોર્ડના ભાજપના પ્રમુખ આતીશ પટેલના જાહેર રોડ પર ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રોડ પર એક ટેબલ પર 15 જેટલી કેક એમાં પણ એક ભાજપના કમળને કાપમા માટેની કેક લાવવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો કેક કાપતા અને ખાતા તથા ખવડાવતા નજરે પડે છે.

 

(10:47 pm IST)