Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અમદાવાદ,આ પોપ્યુલર બિલ્ડર સામે આઈટીનું મેગા ઓપરેશન : 150 કરોડની મિલ્કતના બેનામી વ્યવહાર 87 લાખની જવેલરી મળી

બિલ્ડર્સની 96 કંપની પૈકી મોટા ભાગની કંપનીનાં એડ્રેસ સરખાં: મોબાઇલ ફોનમાં રહેલા ડિજિટલ ડેટાનુ વેરિફિકેશન ચાલુ

 

અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે  જેમાં પોપ્યુલર બિલ્ડર્સ સામે અમદાવાદમાં આઈટી વિભાગના ઓપરેશનમાં આશરે બે ડઝન સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી. ત્યારે પોપ્યુલર ગ્રુપ પર પડેલા IT દરોડા મામલે એક મહત્વના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરના પોપ્યુલર બિલ્ડર્સના ભાઈઓ, પરિવારજનો અને એસ્ટેટ બ્રોકર્સના 27 સ્થળે દરોડા પાડી આવકવેરા વિભાગે બીજા દિવસની કામગીરી દરમિયાન 82 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી હતી. ત્યાં આવકવેરા વિભાગ દ્વારા 18 બેન્ક લોકરોને સીલ કરાયા છે. ચોંકાવનારી વાત તો છે કે, પોપ્યુલર બિલ્ડર્સની 96 કંપની પૈકી મોટા ભાગની કંપનીનાં એડ્રેસ સરખાં છે.

 

પોપ્યુલર બિલ્ડરના અનેક ગુપ્ત સ્થળોએથી જે પ્રકારના દસ્તાવેજો મળ્યા છે તે જોઈને આવકવેરા વિભાગ પણ ચોંકી ઉઠયું છે. આવકવેરાની ચોરી કરવાનો એક નવો પ્રપંચ પોપ્યુલર બિલ્ડર્સે અપનાવ્યો છે.

સહકારી મંડળીઓ, કંપનીઓ મારફતે આચરાયેલા આખા કાંડમાં ખેતીની જમીનો પણ મોટા પાયે ખરીદાયેલી હોવાના નોટરાઈઝડ ખરીદ-વેચાણ દસ્તાવેજો મળી આવ્યા છે. આમાં મોટા ભાગના વ્યવહારો રોકડેથી થયા છે. આવકવેરા વિભાગ દ્વારા બીજા દિવસે પણ ચાલી રહેલા દરોડા અને તપાસની કામગીરી દરમિયાન જપ્ત કરેલા મોબાઇલ ફોનમાં રહેલા ડિજિટલ ડેટાનુ વેરિફિકેશન ચાલી રહ્યુ છે. ગ્રુપની મોટાભાગની કંપનીઓમાં ડાયરેક્ટરો પણ ડમી હોવાનુ બહાર આવ્યુ છે અને કેટલીક કંપનીઓ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી છે. એક સિક્રેટ સ્થાનેથી 150 કરોડની મિલકતના બેનામી ટ્રાન્ઝેક્શન કર્યુ હોવાના પુરાવા મળ્યા છે.

આવકવેરાની ટીમે બિલ્ડર ગ્રપના 4 ભાઇઓ રમણ પટેલ, છગનભાઇ પટેલ, દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલના પોપ્યુલર પાર્કના નિવાસે પણ દરોડ પાડીને ત્યાં હાજર રહેલાના નિવેદનો લીધાં છે

(12:02 am IST)