Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોનાં પેટાચૂંટણીઓમાં રાજકીય સમારંભને જિલ્લા મેજીસ્ટ્રેટ-પોલીસકમિશ્નર આવશ્યક શરતોને આધીને મંજુરી આપી શકશેઃ ગૃહ વિભાગ

ગાંધીનગરઃ કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પેટા ચુંટણીઓમાં રાજકીય સમારંભને જિલ્લા મેજીસ્ટ્રેટ, પોલીસ કમિશ્નર આવશ્યક શરતોને આધિન મંજુરી આપી શકશે તેવો હુકમ ગૃહ વિભાગદ્વારા કરાયો છે. ગૃહ વિભાગના ઓર્ડરની વિગતો જોઇએ તો સમગ્ર દેશમાં Covid-19ની અસરો ધ્યાને લેતાં National Disaster Management Authorityotના નિદેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૯.૨૦૨૦ના હુકમ ક્રમાંક. 40-3/2020-

DM-I(A) થી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૧.૧૦.૨૦૨૦ સુધી 100૮ ૧૦૫1ની અવધિ લંબાવવામાં આવી છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જે અન્વયે ગૃહ વિભાગના તા.૦૧.૧૦.૨૦૨૦ના જાહેરનામા ક્રમાંક : જીજી/૬૫/૨૦૨૦/વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

૨. ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો

૦૧ - અબડાસા, ૬૧-લિમડી, ૬૫-મોરબી, ૯૪-ધારી, ૧૦૬-ગઢડા, ૧૪૭-કરજણ, ૧૭૩-ડાંગ, ૧૮૧- કપરાડાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ બાબતે ભારતના ચૂંટણીપંચ દ્વારા ઓગસ્ટ-૨૦૨૦માં વિગતવાર ગાઇડલાઇન બહાર પાડવામાં આવેલ છે. તદુપરાંત ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પણ તા.૦૮.૧૦.૨૦૨૦ના હુકમ ક્રમાંક 40-3/2020- DM-I(A)થી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. આ બાબતે રાજય સરકાર દ્વારા વિગતવાર SOP બહાર પાડવાની રહે છે. રાજય સરકારે માર્ગદર્શક સુચનાઓ બહાર

પાડવાની રહે છે. જે અન્વયે પુખ્ત વિચારણા બાદ વિધાનસભાની ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી સંદર્ભ તાત્કાલિક ધોરણે અમલમાં આવે તે રીતે નીચે મુજબની કાર્યપધ્ધતિ અપનાવવાનું રાજય સરકારે નક્કી કરેલ છે.

૩. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૦૮.૧૦.૨૦૨૦ના હુકમથી વિધાનસભાની પેટા ચૂંટણીઓ દરમ્યાન રાજકીય સમારંભ સંબંધમાં સૂચનાઓ આપવામા આવેલ છે. જ્યાં ચૂંટણી થવાની છે તે મતક્ષેત્રમાં રાજકીય સમારંભ માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નર નીચેની શરતોએ મંજુરી આપી શકશે.

(અ) બંધ જગ્યામાં જગ્યા/સ્થળની ક્ષમતાના ૫૦% પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદા રહેશે.

(બ) ખુલ્લી જગ્યામા આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન/સ્થળના વિસ્તાર (SIZE)ને ધ્યાને લઇ ૬ ફૂટની દૂરી સાથેનું Physical distancing, સમગ્ર સમારભ દરમીયાન ચહેરાને યોગ્ય રીતે ઢાકી રાખવો, થર્મલ સ્કેનીંગની સગવડતા,હેન્ડ વોશ/સેનેટાઈઝરની સુવિધાની શરતે ૧૦૦થી વધુ વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજુરી આપી શકાશે.

(ક) સભા અને મીટીંગના સ્ટેજ ઉપર સોશીયલ ડિસ્ટન્સીંગ સાથે વ્યકિતગત ખુરશી પર (સોફા રાખી શકાશે નહી) ૭(સાત)થી વધુ વ્યક્તિઓ સ્ટેજ ઉપર બેસી શકશે નહી. જો સ્ટેજ મોટુ હોય તો આગળ -પાછળ હરોળમાં વધુમાં વધુ ૧૪ લોકો (હરોળ દીઠ ૭ વ્યકિતઓ) બેસી શકશે.

(ડ) આ પ્રકારના કાર્યક્રમ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરને પૂર્વમંજુરી માટે અરજી કરવાની રહેશે.જેમાં કાર્યક્રમની તારીખ, સમય, સ્થળ તથા તેમાં હાજર રહેનાર વ્યકિતઓની સંભવિત સંખ્યાદર્શાવવાની રહેશે.

(5) જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નર દ્વારા વિચારણા બાદ યોગ્ય જણાયે લેખિત મંજુરી આપવાની રહેશે. જેમાં હાજર રહેનાર વ્યક્તિઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહશે

૪  ઉમેદવારે નામાકન દાખલ કરતા સમયે તેમજ ચૂંટણી પ્રચાર કરતા સમયે ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવા આવેલ ચૂંટણી સંબંધી નીચે મુજબ સુચનાઓનો ચુસ્તપણે અમલ  કરવાનો રહે છે

(અ) ઉમેદવાર નામાંકન ફોર્મ તથા એફિડેવીટ ઓનલાઈન મેળવી શકશે, ઉમેદવારે નામાંકન ફોર્મ ઓનલાઈન ભરી તેની પ્રિન્ટ રિટર્નિંગ ઓફીસરને રજૂ કરવાની રહેશે.

(બ)ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતા સમયે બેથી વધુ વ્યક્તિ તથા બેથી વધુ વાહનો રાખીશકાશે નહી .

(ક) Door to Door પ્રચારમાં ઉમેદવાર સહિત પ વ્યક્તિની મર્યાદા (સુરક્ષા કર્મચારી સિવાય)રહેશે.

(ડ) Road Show/ Bike Relly;-  વાહનોના કાફલામાં દર પ(પાંચ) વાહનો પછી યોગ્યઅંતર રાખવાનું રહેશે. વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે ૩૦મીનીટનોસમયગાળો રાખવાનો રહેશે. જેમાં સુરક્ષા માટેના વાહનોની ગણતરી કરવાની રહેશે નહી.

(ઈ) Election Meetings:-

કોવીડ-૧૯ ની માર્ગદર્શક સૂચનોને અનુરૂપ 2ela Public Gathering/Rallyયોજી શકાશે.જિલ્લા ચૂંટણી અધિકારીએ Rally/ માટે મેદાનો અગાઉથી નક્કી કરવાના રહેશે.જેમાં આવન-જાવનની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે.આવા મેદાનોમાં સોશીયલ ડિસ્ટન્સીંગના માપદંડો જળવાય તે માટે નિશાનીઓ કરવાનીરહેશે.જિલ્લામાં તમામ દ્વારા કોવીડ-૧૯ ની માર્ગદર્શિકાઓનો અમલ થાય તે માટે જિલ્લાતબીબી અધિકારીની સહાય લેવાની રહેશે.નિયત કરવામાં આવેલ સંખ્યા કરતા લોકો વધે નહિ તે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અનેપોલીસ અધિક્ષકએ કાળજી લેવાની રહેશે.

કોવીડ-૧૯ ની ના સૂચનાઓનો પાલન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ Sector Health Regulator ofl aais s2aiofl 289).કોવીડ-૧૯ સંદર્ભે આપવામાં આવેલ સૂચનાઓ જેમ કે, ચહેરાને યોગ્ય રીતે ઢાંકવો, સિનિટાઈઝરનો ઉપયોગ, થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે.

ચૂંટણી પ્રચાર દરમિયાન સોશીયલ ડિસ્ટન્સીંગ, તથા અન્ય સલામતીની સૂચનાઓનું દરેક તબક્કે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ચૂંટણી સંબંધિત તમામ સુચનાઓ સંદર્ભે Election Commission of India દ્રારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇન તથા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ કુકમો/ગાઇડલાઇન આખરી રહેશે અને તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ગુજરાતના રાજયપાલશ્રીના દુકમથી અને તેમના નામે કે. કે. નિરાલા અધિક સચિવ (કા.વ્‍.) ગૃહ વિભાગની યાદી જણાવે છે.

(11:16 pm IST)