Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગુજરાતમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધાર્મિક, સામાજીક, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ રાજકીય સમારોહ માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ

નવી માર્ગદર્શિકાનો ૧૬ ઑક્ટોબરથી પ્રારભ થશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ ગુજરાત સરકારે બહાર પાડેલ જાહેર નામુ

ગાંધીનગર : સમગ્ર દેશમાં COVID-19ની અસરો ધ્યાનને લઈ National Disaster Management Authorityotના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા,૩૦.૦૯.૨૦૨૦ના હુકમ ક્રમાંક. 40-3/2020- DM-I(A) થી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૧.૧૦.૨૦૨૦ સુધી lock downની અવધિ લંબાવવામાં આવી છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જે અન્વયે ગૃહ વિભાગના તા.૦૧,૧૦,૨૦૨૦ના જાહેરનામા ક્રમાંક : જીજી/૬૫/૨૦૨૦/વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

૨. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૯.૨૦૨૦ના હુકમ અન્વયે સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય તથા other  ongregations/large  સબંધમાં રાજય સરકારે માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવાની રહે છે. જે અન્વયે પુખ્ત વિચારણા બાદ રાજય સરકારે તા.૧૬,૧૦.૨૦૨૦ થી અમલમાં આવે તે રીતે નીચે મુજબની કાર્યપધ્ધતિ અપનાવવાનું નક્કી કરેલ છે.

૩. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શેક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા other congregations Iarge gatherings નું નીચેની શરતોને આધીન આયોજન કરી શકાશે.

(1) 6 ફુટની દુરી સાથેનું Physical distancing અને તેના માટે Floor marking કરવાનું રહેશે.

(૨) સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે.

(૩) થર્મલ સ્કેનીંગ, ઓક્સિમીટર( સેનેટાઇઝર સાથે) ની સગવડતા પૂરી પાડવાની રહેશે. સ્ટેજ, માઇક, સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે.

(૪) હેન્ડ વોશ/ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.

(પ) સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.

(૬) ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પિડીત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે.

(૭) આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે.

(૮) બેઠક વ્યવસ્થા ગોઠવતા સમયે ખુરશીની ચારેય બાજુ ૬ કુટની દુરી જળવાઈ રહે તેની તકેદારી રાખવાની રહેશે.

(૯) આ પ્રકારના પ્રસંગમાં જો ચા-નાસ્તો, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય તો તે સમારંભ સ્થળે નહી, પરંતુ અલાયદા હોલ/સ્થળે રાખવાનું રહેશે. જ્યાં એક જ સમયે ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય તથા બેઠક વ્યવસ્થા દરમિયાન વ્યકિત-વ્યક્તિ વચ્ચે ૬ ફૂટનું અંતર જળવાય તેની કાળજી રાખવાની રહેશે.

(૧૦) તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિધાઓ તુર્તજ ઉપલબ્ધ થાય તે માટે જરુરી પ્રબંધ કરવાનો રહેશે.

૪. બંધસ્થળો જેવા કે હોલ, હોટેલ, બેન્કવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરીયમ, ક્મ્યુનીટી હોલ. ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગેરે સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા other congregationse/large gathering આયોજન કરવામાં આવે ત્યારે નીચે મુજબની સૂચનાઓનું ઉપરોકત ૩માં દર્શાવેલ બાબતોનું પાલન કરવાનું રહેશે.

(૧) સ્થળની ક્ષમતાના ૫૦%થી વધુ નહીં, પરંતુ મહતમ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ સમારોહ/ પ્રસંગનું આયોજન કરી શકાશે,

(૨) લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના ૫૦% અથવા ૧૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછુ હોય તેટલી સંખ્યામાં.

(૩) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા.૦૪.૦૬.૨૦૨૦ના હુકમ ક્રમાંક : Z28015 /19/2020-EMR(PT)થી ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરેન્ટ, હોટેલ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ SOP નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

(૪) એરકન્ડીશનીંગ/વેન્ટીલેશન માટે સી.પી.ડબલ્યુ.ડી.ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

પ. જયારે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલા સ્થળોએ સામાજીક, શેક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તથા other congregationo નું આયોજન કરવામાં આવે ત્યારે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

(૧) સામાજિક કાર્યક્રમો:-

* લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના ૫૦% અથવા ૧૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછુ હોય તેટલી સંખ્યામાં,

* મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

(૨) નવરાત્રિની ઉજવણી:-

(૧) રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી. .

(૨) નવરાત્રિ દરમ્યાન સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી મેળવીને જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના, પૂજા અને આરતી કરી શકાશે.

(૩) કાર્યક્રમમાં ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહીં તેમજ પ્રસાદ વિતરણ કરી શકાશે નહી. પૂજા અને આરતીના કાર્યક્રમમાં ઉપરોકત ૩માં દર્શાવેલ તમામ શરતોના પાલન સાથે મહત્તમ ૨૦૦ થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે નહી. આ કાર્યક્રમની અવધિ એક કલાકની જ રહેશે.

(3 ) તહેવારોની ઉજવણી/ધાર્મિક કાર્યક્રમો :-

(૧) ગરબા, દૂર્ગા પૂજા,દશેરા, ઇદ-એ-મિલાદ ઉન્ન્બી, શરદ પૂર્ણિમા, દિવાળી, બેસતુ વર્ષ, ભાઇબીજ, નવા વર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબંધીત ધાર્મિક પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે રહીને કરવી સલાહભર્યું છે.

(૨) આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વમંજુરી આવશ્યક રહેશે,

(૩) ખુલ્લી જગ્યાઓએ પૂજા અને આરતી કરી શકાશે. પરંતુ, ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહીં. આવા કિસ્સામાં પારા-૩ ની તમામ શરતોના પાલન સાથે મહત્તમ ૨૦૦ થી વધુ વ્યકિતઓ એકત્રિત થઇ શકશે નહી. આ કાર્યક્રમની અવધિ એક કલાકની જ રહેશે.

(૪) પરંતુ મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામૂહિક  કાર્યક્રમો જયાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે.

(પ) ઉપરોકત કાર્યક્રમો દરમિયાન પ્રસાદ વિતરણ કરી શકાશે નહી.

૬. ઉપરોકત તમામ કાર્યક્રમો/ઉજવણી દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ત1.૦૪.૦૬.૨૦૨૦ના હુકમ ક્રમાંક : Z28015 /19/2020-EMR(PT)તથા તેના અનુસંધાને ગૃહ વિભાગના તા.૦૭.૦૬.૨૦૨૦ના હુકમ ક્રમાંક: વિ૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી ધાર્મિક સ્થળો /ઉપાસના સ્થળો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ 507 નો તેમજ તહેવારોની ઉજવણી સંબંધમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તા.૦૬.૧૦.૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલ SOP ચુસ્તપણે અમલ કરવાની તમામ જવાબદારી સંબંધિત આયોજક / સ્થળ સંચાલકની રહેશે.

(૧) આયોજકે સ્થળની સમાવેશ ક્ષમતા અંગે સ્થાનિક વહીવટીતંત્રને One time intimationઆપવાનું રહેશે. આ સ્થળે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ૬ ફૂટની દૂરી જળવાઇ રહે તે રીતે કેટલાવ્યકિતઓનો સમાવેશ થઇ શકશે તેની વિગતોની સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે.

(૨) ઉક્ત સૂચનાઓ ચુસ્તપણે અમલ થાય તે માટે સંચાલક/આયોજકએ ઉચિત વ્યવસ્થા કરવાની રહેશે.

(૩) કોઇપણ શરતોનો ભંગ થયેથી સંબંધિત સ્થળના સંચાલક, સોસાયટીના પ્રમુખ/હોછ્દેદારો તથાઆયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

૭. The Disaster Management Act, 2005 તેમજ Tha Indian Penal Code 1860ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે. ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી

(10:45 pm IST)