Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજપીપળા શહેરમાં નશાબંધી સપ્તાહ ઉજવણીનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નશાબંધી અને આબકારી વિભાગ નર્મદા જિલ્લા દ્વારા પ્રેરિત અને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા રાજપીપલા શહેરમાં નશાબંધી સપ્તાહ ઉજવણીનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો .

  આ કાર્યક્રમની શરૂઆત એસટી ડેપોથી કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા સેવાભાવી કાર્યકરોમાં અંકુરભાઇ ઋષિ, મીહીરભાઈ પાઠક,કમલેશભાઈ ચૌહાણ બીપીનભાઈ વ્યાસ તથા કલ્પેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

 એસટી બસમાં તથા એસટી ડેપોમાં ઉપસ્થિત તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ચોપાનિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના જાગૃતિ માટેના બેનર લગાવવામાં આવ્યા હતા જેમાં સામાન્ય નાગરીકોને નશાથી થતા નુકશાન અંગે સમજ આપવામાં આવી હતી.નશાબંધી વિભાગમાંથી સનમુખભાઈ વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(10:21 pm IST)