Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજપીપળા રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક ખાતે નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પ્રા.જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,નર્મદા તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપળા દ્વારા કોવિડ-૧૯  મહામારીના વિકટ સમયે જરૂરિયાતમંદની સહાય માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું ,જેમાં નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી  સહિત રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો અને મોટી સંખ્યા આ શિક્ષકો હાજર રહ્યા હતા.રક્તદાન શિબિર શ્રી શિદ્ધેશ્વર સ્વામીજીના હસ્તે દીપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી જેમાં 50 થી વધુ બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું.
  જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે રક્તદાન એ શ્રેષ્ટ દાન છે અને આજે રાજપીપળા બાદ આગામી 20 તારીખે આ કાર્યક્રમ અમે ડેડીયાપડા અને સાગબારા તાલુકામાં પણ ગોઠવ્યો છે.આમ શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ શિબિરો થકી સારું એવું બ્લડ એકત્રિત થશે જે જરૂરિયાતમંદને કામ આવશે.

(10:09 pm IST)