Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજપીપળા અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા સુરત જિલ્લાના એક ગામની ગરીબ કન્યાનું કન્યાદાન કરાયું

રાજપીપળાના શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ કોઈપણ જાતના સેવાકાર્ય માટે હંમેશા અગ્રેસર રહી સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પૈકી આયુશીબેન મહાજન,ભરતભાઇ પટેલ, કમલેશભાઈ ચૌહાણ,નમિતાબેન મકવાણા, રાકેશભાઈ પંચોલી અને અંકુરભાઈ ઋષિ જેવા સેવાભાવી વ્યક્તિઓ ગમે તે પરોસ્થિતિમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ માટે હંમેશા આગળ આવી જિલ્લા કે જિલ્લા બહારના લોકો માટે સેવાકાર્ય કરતા રહ્યા છે જેના ભાગરૂપે હાલમાં સુરત જિલ્લાના એક ગામની ગરીબ પરિવારની દીકરીને કન્યાદાનની તકલીફ સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓના ધ્યાને આવતા અલગ અલગ દાતાઓ પાસેથી જરૂરી વસ્તુઓ મેળવી આ દીકરીનું કન્યાદાન કર્યું જેમાં દાતાઓ દ્વારા અધભૂત સહકાર મળ્યો હતો.
  આ દીકરીના કન્યાદાન માટે વૈશાલીબેન સોની તરફથી ૦૪ જોડી કપડાં,રંજનબેન તરફથી ૦૩ જોડી,દમયંતી બા તરફથી ૦૭ જોડી મળી કુલ ૧૪ જોડી સાડીઓ મળતા આ દીકરીને કન્યાદાન સ્વરૂપે ભેટ આપી હતી

(10:11 pm IST)