Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

પર્યાવરણના સંરક્ષણ માટે જન જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે નીકળેલી રાષ્ટ્રધર્મ વિજય યાત્રાનું રાજપીપળા ખાતે સ્વાગત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે રાષ્ટ્ર ધમૅ વિજય યાત્રા આવી પોહચી હતી. સંત શ્રી શ્રી.૧૦૦૮ શ્રી નર્મદાનંદજી બાપજીનો રાષ્ટ્ર ધર્મ સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જન જાગૃતિ લાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે.
વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ સાથી કાર્યકરો કીર્તન ભાઈ પુરોહિત કનુભાઈ પટેલ સુજલ ભાઈ મિસ્ત્રી પ્રગ્નેશ રામી દિપાલ ભાઈ સોની નિલેશ તડવી  ધવલ તડવી વગેરે હાજર રહી સ્વામીજીનું સ્વાગત કર્યું હતું પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી નર્મદાનંદજી મહારાજ રાષ્ટ્રધર્મ વિજય યાત્રાના અધ્યક્ષ સ્થાને રાજપીપળા મુકામે યાત્રાનું આગમન થયેલ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આયોજન તથા યાત્રાને સફળ બનાવવા માટે નવદુર્ગા હાઇસ્કુલ માં સત્સંગ  કરવામાં આવ્યું હતો.
  આ પ્રસંગે નર્મદાનંદ બાપજીએ જણાવ્યું હતું કે આ યાત્રા તા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ ગંગોત્રી ધામ ઉત્તરાખંડથી પ્રારંભ થઈ હતી ત્યારથી બાર કળશ ગંગા માતાનું પવિત્ર જળ ભરીને કેદારનાથ, ઝારખંડ, તંબકેશ્વર, નાસિક,વેરુલ ધૃષમેશ્વર આ સમસ્ત જ્યોતિ લિંગમાં ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો હતો. યાત્રાનું સમાપન નજર નિહાલ આશ્રમ ઓમકારેશ્વર ખાતે કરવામાં આવશે રાષ્ટ્ર ધમૅ વિજય યાત્રાનું નવીન અભિયાન દેશના અનેક રાજ્યો માં ફરી બાર હજાર કિ.મી.નું અંતર કાપશે.

(10:12 pm IST)