Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગાંધીનગર જિલ્લામાં 72,743 લોકો માસ્ક વગર ઝડપાયા :કુલ 1.82 કરોડનો દંડ પોલીસે વસૂલ્યો

માસ્ક વગર ફરતાં લોકો પાસે નાણાકીય દંડની વસુલાત

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં માસ્ક વગર ફરતાં અને તેમને પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી બાબતે ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ  જણાવ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારી સમયે રાજ્ય સરકારે ફરજિયાત કર્યું છે ત્યારે માસ્ક વગર ફરતાં લોકો પાસે નાણાકીય દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં કુલ અત્યાર સુધીમાં 2743 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે જેની કુલ રકમ 1,82,84,200નો દંડ ગાંધીનગર પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે માસ્ક વગર ફરનારા પાસેથી રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવાની સત્તા પોલીસને આપી છે ત્યારે 1000 રૂપિયા દંડ ન ભરવો પડે તે માટે લોકો દ્વારા અનેક બહાનાં પણ પોલીસને બતાવવામાં આવી રહ્યાં છે.

(8:57 pm IST)