Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કાલે નરેન્દ્રભાઈના હસ્તે અમદાવાદમાં સરદાર ભવન - કન્યા છાત્રાલયનું ઈ-ભૂમીપૂજન

સરદારધામ આઈકોનીક બિલ્ડીંગનું નિર્માણ ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આધાર બનશેઃ વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહેશે

(ધર્મેન્દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧૦ :. અમદાવાદમાં કાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદારભવન અને કન્યા છાત્રાલયનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પરસોતમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તેમજ દાતાશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ હાજર તેમજ ખોડલધામના નરેશભાઈ પટેલ અને ઉમિયા ફાઉન્ડેશનના આર.પી. પટેલ હાજર રહેશે.
આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સવારે ૯.૪૫ મીનીટે ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાખેલ છે અને સરદારધામનું લાઈવ પ્રસારણ જોવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિડીયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન અને ભૂમીપૂજન કરશે અને પ્રેરક પ્રવચનો પણ સાંભળવા મળશે.
શનિવારે સવારે ૧૦ કલાકે અમદાવાદ સરદાર ધામ વૈષ્ણોદેવી સર્કલ પાસે અમદાવાદ ખાતે વિશ્વ પાટીદાર સમાજ દ્વારા સરદાર ધામના મિસન ૨૦૨૬ અંતર્ગત સરદાર સાહેબના સાનિધ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૦૦ કરોડના સરદાર ધામ ભવન એવા કન્યા છાત્રાલયના સરદારધામ ભૂમીપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ તકે અગ્રણીઓએ જણાવેલ કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન ૨૦૨૬ અંતર્ગત વિઝન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા કટીબદ્ધ અને સંકલનબદ્ધ છે. સરદારધામ આઈકોનીક બિલ્ડીંગનું નિર્માણ ભાવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે. સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામ ભવનનું લોકાર્પણ એવમં ૨૦૦ કરોડના કન્યા છાત્રાલય સરદારધામનું ભૂમીપૂજન વડાપ્રધાન એવા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. ૧૧-૯-૨૧ શનિવારે સવારે ૧૦ કલાકે થશે. સમાજના ટ્રસ્ટીઓના લોકભાવના અને યોગદાનથી આ સરદારધામ સાકાર થવા જઈ રહ્યુ છે. સરદારધામે યુવાશકિતના સર્વાંગી વિકાસ માટે યજ્ઞ આરંભ્યો છે. તેમ યુવા અગ્રણી વિજયભાઈ અંટાળા (ભગવાન)એ જણાવેલ હતું.

 

(11:17 am IST)