Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમદાવાદ:ફાયર સેફટી મામલે નિયમનું પાલન નહિં કરવા બદલ બે કોમર્શિયલ એકમો સામે ફોજદારી કેસ

નારાયણી ચેમ્બર અને ટ્રેડ સેન્ટર સામે કોર્ટ કાર્યવાહી કરાઈ

અમદાવાદમાં ફાયર સેફટી મામલે તંત્ર વધુ કડક બન્યું છે.અમદાવાદમાં ફાયર સેફ્ટીનાં નિયમનું પાલન નહિં કરવા બદલ બે કોમર્શિયલ એકમો સામે ફોજદારી કેસ કરવામાં આવ્યો છે. નારાયણી ચેમ્બર અને ટ્રેડ સેન્ટર સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે. કડક કાર્યવાહીને કારણે લોકો ચેરમેન, સેક્રેટરી બનવાનું ટાળી રહ્યાં છે.

ફાયર સેફ્ટી અંગે નોટિસ આપવાની હોય કે અન્ય કાર્યવાહી કરવાની હોય ત્યારે ચેરમેન અથવા સેક્રેટરીનું નામ લખવામાં આવે છે.તેઓએ જવાબ પણ આપવાનો હોય છે. આવા સંજોગોમાં લોકો ચેરમેન કે સેક્રેટરી બનવાનું ટાળે છે. ફાયરનાં સુત્રોનું માનીએ તો કેટલાક કિસ્સામાં ચેરમેન અને સેક્રેટરીએ રાજીનામા પણ આપી દીધા છે.ફાયર સેફ્ટી અંગે ૨૫ ઇમારતોને ફોજદારી નોટિસ આપવામાં આવી હતી.જેમાંથી ૨ એકમને બાદ કરતા અન્ય એકમોએ ફાયર એનઓસી રીન્યું કરાવી લીધી છે.

(12:47 am IST)