Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમદાવાદના ગોમતીપુર સગીરા પર દુષ્કર્મ કેસમાં નવો વળાંક :ફરિયાદ ખોટી નિકળી: ચાર નિર્દોષ લોકો બચ્યા

સગીર પ્રેમી સાથે રાત્રે બહાર હતી અને તે વાતની જાણ પરિવારજનોને થતા બીકના લીધે સગીરાએ સમગ્ર તરકટ રચ્યું

મદાવાદના ગોમતીપુરમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં નવો વળાંક આવ્યો છે. સગીરાએ કરેલી દુષ્કર્મની ફરિયાદ ખોટી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સગીરાએ જે ચાર વ્યક્તિઓ પર દુષ્કર્મનો આક્ષેપ મુક્યો હતો તે ચારેય ઘટના સમયે હાજર પણ ન હોવાનો ખુલાસો થયો છે. 4 મેના રોજ સગીરાએ તેનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇને તેણી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જો કે પોલીસને શરૂઆતથી જ અનેક બાબતો પ્રત્યે શંકા ઉપજતા પોલીસે ઉલટતપાસ હાથ ધરી. જેમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી. સગીરાએ પોતાના સગીર પ્રેમી સાથે રાત્રે બહાર હતી અને તે વાતની જાણ પરિવારજનોને થઇ ગઇ હોવાની બીકના લીધે સગીરાએ સમગ્ર તરકટ રચ્યું. જે બાદ પોલીસે સગીરાને સાથે રાખીને મહત્વના પુરાવા એકત્ર કર્યા.હતા

સગીરાએ જે ચાર યુવકો પર આક્ષેપ કર્યો તે પૈકી એક યુવકની બહેન પણ સગીરાની ચાલીમાં જ રહેતી હતી. આથી આ ચારેય યુવકો ત્યાં અવરજવર કરતા હતા. પરિણામે સગીરાએ ચારેય યુવકોના નામ ખોટી રીતે પોલીસને આપી દીધા. આખરે સમગ્ર ભાંડો ફૂટતાં સગીરાએ પોતાના માતા-પિતા સાથે રહેવાની સહમતી દર્શાવી છે.

(12:40 am IST)