Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કોઠારા ગામે દીકરીનું લગ્ન જીવન છૂટું કરવા જતાં બન્ને પક્ષે મારામારીમાં ૧૫ સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કોઠારા ગામે પરણાવેલી દીકરીના લગ્ન બાદ મનદુઃખ થતાં દીકરીના પરિવારજનો દીકરીનું છૂટું કરાવવા ગયા ત્યાં બંને પક્ષે મારામારી થઈ જેમાં બંને એ સામસામી ફરિયાદ કરતા રાજપીપળા પોલીસે કુલ ૧૫ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

મળતી વિગતો અનુસાર પ્રથમ સંદિપભાઇ પ્રભાતભાઇ બારીયા(રહે-કોઠારા ડેરીવાળુફળીયુ ) એ આપેલી ફરિયાદ મુજબ(૧) રમેશભાઇ ઉર્ફે લાલાભાઇ શંકરભાઇ બારીયા (૨) કિરણભાઇ રમેશભાઇ બારીયા (૩) રાકેશભાઇ મણીલાલ બારીયા (૪) ઘનશ્યામભાઇ અરવિંદભાઇ બારીયા (૫) ઉકેડભાઇ બારીયા જેના બાપના નામની ખબર નથી (૬) જીતેન્દ્રભાઇ મુકેશભાઇ બારીયા (૭) ફિરોજભાઇ જેના પુરા નામની ખબર નથી (૮) કાલુ જેના પુરા નામની ખબર નથી (૯) રાવજીકાકા વસાવા (૧૦‌) કિરણભાઇ કંચનભાઇ બારીયા તથા (૧૧)અશોકભાઇ શાંતિલાલ વસાવા (તમામ રહે.જિઓરપાટી તા.નાંદોદ જી.નર્મદા )નાઓ તેમના ઘરે આવી કહેવા લાગેલ કે તું ઘરની બહાર નિકળ તેમ કહીને ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી મંજુલાબેન પ્રભાતભાઇ બારીયા તથા રાકેશભાઇ પ્રભાતભાઇ બારીયાનાઓ વચ્ચે પડી છોડાવવા પડતા રાકેશભાઇ મણીલાલ બારીયાનાઓએ મંજુલાબેનનાઓ સાથે ઝપાઝપી કરી બ્લાઉઝ ફાડી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી,

 જ્યારે સામા પક્ષે રમેશભાઇ શંકરભાઇ બારીયા(રહે. જિઓરપાટી ડેરી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )ની ફરિયાદ મુજબ તેમની દીકરી સરોજબેનનુ લગ્ન જીવન છુટુ કરવા માટે (૧) પ્રભાતભાઇ નરસીભાઇ બારીયા તથા (૨) સંદિપભાઇ પ્રભાતભાઇ બારીયા તથા (૩ રાકેશભાઇ પ્રભાતભાઇ નરસીભાઇ બારીયા તથા (૪) મંજુલાબેન પ્રભાતભાઇ નરસીભાઇ બારીયા( તમામ રહે.કોઠારા )ના ઘરે ગયેલ ત્યાં જણાવેલ કે મારી દીકરીને લગ્નમા આપેલ સામાન આપી દો અને તમે મારી દીકરીને આપેલ અમો આપી દઇયે તેમ કહેતા ગમે તેમ ગાળો બોલી મારી દીકરી સરોજબેનને પકડી ઝપાઝપી કરી બીજી વાર તમે છુટુ કરવા આવશો તો તમને અહિંયાથી જવા દઈયે નહી અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા રાજપીપળા પોલીસે બંનેની ફરિયાદના આધારે પંદર સામે ગુનો દાખલ કર્યો છે

(10:25 pm IST)