Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોએ પગાર મૂદે DDO ને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજય વ્યાપી આંદોલનમાં જોડાયેલા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોએ નર્મદા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી પગાર બાબતે રજૂઆત કરી છે
આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારે આપેલ હૈયાધારણા અને સકારાત્મક નિર્ણય લેવાની બાંહેઘરી માંથી ફરી ગઈ હોય એમ ફલિત થતા રાજય વ્યાપી અચોક્કસ મુદત ની હડતાળ સાથે આંદોલનની શરૂઆત થશે. જેમાં ગુજરાત રાજયની તમામ ગ્રામ પંચાયત vce આ હડતાળમાં જોડાયને આગમી તા.11/5/22 ના રોજ ગાંધીનગર જશે. આ હડતાળના કારણે ડિજિટલ ગુજરાત ને લગતી તમામ કામગીરી બંધ થઈ જશે.
7/12 ઉતારા, આવકના દાખલા. ખેડૂતલક્ષી કામો, વિધવા સહાય, જેવી અનેક કામગીરી ઠપ્પ થઈ જશે.16 વર્ષથી કમિશન પર કામગીરી ગુજરાત સરકાર કરાવે છે,પગાર ધોરણ આપતી નથી,પગાર ધોરણની આ લડતને વેગ આપવા તમામ કર્મચારી સંગઠનો, ખેડૂત વર્ગ, ગ્રામજનો, ખેડૂત સંગઠનો, સરપંચો સહકાર આપશો અને કોમ્પ્યુટર ઓપરેટરોના ભવિષ્ય સુધરે એમાં સહભાગી બનશો તેવી વિનંતી પણ કરાઈ છે.

   
 
   
(10:23 pm IST)