Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

તિલકવાડા તાલુકાના સાવલી ગામે સાપ કરડતા યુવાનના મોતમાં કુટુંબીજનોને વળતર આપવા કલેકટરને આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડા તાલુકાના ગામ સાવલી મોટા ફળીયામાં તા . ૬- ૫-૨૦૨૨ ના રોજ આદીવાસી યુવાન ભીલ અર્જુન ઈશ્વરભાઈનું આકસ્મીક દુર્ઘટનામાં મૃત્યુ થયુ હતું .
નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના ગામ સાવલીમાં સાવલી ગ્રામ પંચાયતની બેદરકારી થી સાવલી ગામના આદીવાસી યુવાન ભીલ અર્જુન ઈશ્વરનું મોત થયુ હતુ . અમો ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાનોએ તેમજ કાર્યકતાએ સાવલી ગામમાં બંધ પડેલ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા બાબત તા .૬-૧૦-૨૧ ના રોજ તિલકવાડા તાલુકા વિકાસ અધિકારીશ્રીને , તેમજ સાવલી ગ્રામ પંચાયતને સાવલી ગામમાં અંગત અદાવતને કારણે સાવલી ગામના સરપંચે સાવલી બસ સ્ટોપથી મોટા નાળા સુધીની સ્ટ્રીટ લાઈટો બંધ કરી દીધેલ જેનું કારણ સાવલીની પંચાયત વિરુદ્ધ સાવલી ગામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતનો કેસ તિલકવાડા કોર્ટમાં કરેલ છે . અને હાલ તે પેન્ડીંગ છે અને ફરીયાદી સાવલી મોટા નાળા તરફ રહેતા હોય સાવલી ગામના સરપંચે આ ફરીયાદની અંગત અદાવતને કારણે કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ કરી દીધેલ જેના કારણે સાવલી મોટા ફળીયામાં રહેતા ભીલ અર્જુન ઈશ્વરભાઈ રાત્રીના સમયે કદરતી હાજતે સાવલી નાળા તરક જતા રસ્તામાં ઝેરી સાપ કરડતા તેનું મોત નીપજયુ હતુ,આ તમામ ઘટના ના જવાબદાર સાવલી ગામ પંચાયત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ આ પ્રકારની ઘટના વારંવાર બને નહી તેની તકેદારી રાખવામાં આવે તેમજ આ ઘટનામાં મરનાર આદીવાસી યુવાનના કુટુંબીજનો ને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના આગેવાનો તેમજ આમુ સંગઠનના કાર્યકર્તાઓની માંગ છે

   
(10:21 pm IST)