Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વાપી નજીક મોહનગામ ફાટક પાસે ગોઝારો અકસ્માત: 2 ના કરુણ મોત:ચાર ને ઇજા : ટ્રકે રીક્ષા અને રાહદારીઓ ને અડફેટે લેતા સર્જાયો અકસ્માત

(જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી): વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ હાઇવે ઉપર આવેલ મોહનગામ ફાટક પાસે મુંબઈથી વલસાડ તરફ આવતી એક ટ્રકના ચાલકે ,રીક્ષાને અડફેટે લેતા રીક્ષા પાસે ઉભેલ શ્રમિકો પૈકી 2 શ્રમિકો નો ઘટના સ્થળે જ કરુણ મોત  નિપજ્યુ હતું જયારે અન્ય ચાર શ્રમિકોને ગંભીર ઇજા પોહોંચતાં અલગ અલગ હોસ્પિટલમાં ખસેડેલ છે.
  મોહનગામ રેલવે ફાટક પાસે રીક્ષા નંબર જીજે .15.AT.2912નો ચાલાક રીક્ષા પાર્ક કરી નજીક માં કામે ગયો હતો આ દરમ્યાન 6 જેટલા શ્રમિકો રસ્તો ક્રોસ કરવા રીક્ષા નજીક ઉભેલ હતા આ દરમ્યાન મુંબઈ તરફથી એક ટ્રક નંબર જીજે 5 BZ 3600 ના ચાલકે ગફલત ભરી રીતે ટ્રકને હંકારી ઉભેલી રીક્ષા ને અડફેટે માં લેતા નજીક ઉભેલા 6 શ્રમિકો ઝપટમાં આવી ગયા હતા જેમાં બે શ્રમિકો ના દુઃખદ મોટ નિપજ્યા હતા જયારે અન્ય ઈજાગ્રસ્ત શ્રમિકો પૈકી ના 2 શ્રમિકોને વલસાડ સિવિલ તથા 2 શ્રમિકોને વાપી ની જીવનદીપ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.
આ બનાવની જાણ થતા જ ભીલાડ પોલીસ ઘટના શતળે દોડી આવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

   
(9:35 pm IST)