Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી એક વખત આવશે ગુજરાત : દેવભૂમિ દ્વારકા, અમદાવાદ , ગોધરાની મુલાકાત લઇ શકે

દલિત અને આદિવાસી સમુદાય ધરાવનારી બેઠક પર કરશે ફોક્સ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 6 મહિનાનો સમય બાકી છે પરંતુ ભાજપ પુરી રીતે સક્રિય થઇ ગઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ આ મહિને ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તે દેવભૂમિ દ્વારકા, અમદાવાદ અને ગોધરાની મુલાકાત લઇ શકે છે. આ સિવાય તે કેટલીક મીટિંગમાં પણ સામેલ થશે, જેમાં ચૂંટણી માટે ભાજપની તૈયારીની સમીક્ષા કરશે. આટલુ જ નહી કેટલીક કલ્યાણકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનુ આ દરમિયાન ઉદઘાટન પણ કરી શકે છે. પાર્ટીના સુત્રોનુ કહેવુ છે કે ભાજપ તે બેઠકો પર ફોકસ કરવાની તૈયારીમાં છે જ્યા અત્યાર સુધી તેને જીત મળી શકી નથી.

આ બેઠક દલિત અને આદિવાસી સમુદાય ધરાવનારી છે, જેમણે ભાજપના પરંપરાગત વોટર માનવામાં આવતા નથી પરંતુ આ વખતે ભાજપ આ વિસ્તારમાં પણ આક્રમક છે.જેનું એક કારણ પાર્ટીનો વિચાર છે કે જો તેને શહેરી વિસ્તારમાં કોઇ ઝટકો લાગે છે તો તેની ભરપાઇ અહીથી થઇ શખશે. આ રણનીતિ હેઠળ તેને કોંગ્રેસના કેટલાક આદિવાસી નેતાઓને પાર્ટીમાં જગ્યા આપી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠક ધરાવતા ગુજરાતમાં ભાજપને 99 બેઠક મળી હતી. ત્યારે કોંગ્રેસને લઇને માનવામાં આવ્યુ કે તેને ભાજપને કડક ટક્કર આપી હતી.

હવે ભાજપનું કહેવુ છે કે તે આ વખતે ડબલ ડિઝિટમાં રહેવા માંગતી નથી. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનું કહેવુ છે કે અમારો પ્રયાસ છે કે તમામ 182 બેઠક જીતના હિસાબથી તૈયાર કરવામાં આવે, જેની માટે ભાજપે બૂથ લેવલ પર જ તૈયારી શરૂ કરી દીધી છે અને કાર્યકર્તાઓને મોબિલાઇઝ કરવામાં આવી રહ્યા છે. પાર્ટીના આંતરિક સૂત્રોનું કહેવુ છે કે ભાજપ તે બેઠકો પર ફોકસ કરી રહી છે જ્યા તે ક્યારેય જીત મેળવી શકી નથી. પાર્ટીના એક સીનિયર નેતાએ કહ્યુ, આવી આશરે 30 બેઠક છે જ્યારે અત્યાર સુધી સારૂ પ્રદર્શન ભાજપ કરી શક્યુ નથી. આ વખતે આ બેઠકો પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં કુલ 81 કોર્પોરેટિવ કમિટી છે, જેમાં લાંબા સમયથી કોંગ્રેસનુ વર્ચસ્વ રહ્યુ છે. હવે અમિત શાહ પાસે આ મંત્રાલય છે અને માનવામાં આવી રહ્યુ છે કે તેમાં ભાજપનો પ્રભાવ વધારવાના પ્રયાસમાં છે. અત્યારે મોટાભાગની કોપરેટિવ્સમાં ભાજપનો જ કબજો છે. ગત મહિને જ્યારે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે પંચમહાલ અને બનાસકાંઠાનો પ્રવાસ કર્યો હતો. આ સાથે જ ભાજપે વન ડે, વન ડિસ્ટ્રિક્ટની સ્ક્રીમની પણ જાહેરાત કરી છે. તેના દ્વારા એક દિવસ એક જિલ્લામાં વિતાવશે, સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કેટલાક જિલ્લાનો પ્રવાસ કર્યો હતો.

(9:30 pm IST)