Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગરમીનો પ્રકોપ વધતા ગુજરાતના તમામ શહેરોમાં ટ્રાફિક સિગ્ન બંધ રાખવાની સૂચના

અમદાવાદ બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ ઓછી ભીડભાડવાળા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે

અમદાવાદ : ઉનાળાની ગરમી ફરી વધે તેવી શક્યતા છે ત્યારે બપોરે 1થી 4 દરમિયાન ગુજરાતના શહેરોમાં ટ્રાફિક સિગ્ન બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રગોગ સૌ પ્રથમ અમદાવાદના 50 ટકા ટ્રાફિક સિગ્નલ પર શરૂ કરાયો હતો ત્યાર બાદ ગુજરાતના અન્ય શહેરોમાં પણ 60 ઓછી ભીડભાડવાળા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે જેથી લોકોને વધુ સમય ત્યાં ઉભા રહેવું નહીં પડે કેમ કે ગરમીના કારણે ચાર રસ્તા પર હાલત વધુ ખરાબ થતી હોય છે.

જો કે આ નિર્ણય બે દિવસ પુરતો ટ્રાયલ માટેનો રહેશે જો તેમાં કોઈ અડચણ ના આવે તો ચોક્કસથી આ પ્રકારના નિયમને આગળ વધારવામાં આવશે. અમદાવાદમાં બે દિવસની ટ્રાયલના રીપોર્ટના આધારે સમગ્ર ગુજરાતમાં સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય સમગ્ર રાજ્યમાં લંબાવવામાં આવશે.

ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે ત્યારે ગરમીના કારણે ટ્રાફિક પર સેકન્ડો કે મિનિટ સુઘી ઉભા રહેવું મુશ્કેલ સાબિત થઈ જતા આ મુશ્કેલી સામે ટ્રાફિક સિગ્નલના જવાનો પણ ઉભા રહી શકતા નથી કેમ કે, ઘણી મુશ્કેલી આ ગરમીમાં ચાર રસ્તા પર ઉભા રહી ટ્રાફિક મેનેજ કરવાને લઈને થતા આ નિર્ણય લોકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત વાહન ચાલકો અને તેમાં પણ ટુ વ્હિલર વાહન ચાલકોને આ મુશ્કેલીઓનો સામનો ટ્રાફિક સિગ્નલ બંધ થતા કરવો પડી રહ્યો છે જેના કારણે મહત્વનો નિર્ણય ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાયલના ભાગરુપે અત્યારે લેવાયો છે.

(9:16 pm IST)