Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વાપી નજીક મોહન ગામ ફાટક પાસે ત્રિપલ અકસ્માત: ટ્રકે કાર અને રીક્ષાને હડફેટે લેતા 2 લોકોના મોત :ચાર ઘાયલ

અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી: ઈજાગ્રસ્તોને સારાવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

વલસાડના વાપી નજીક મોહન ગામના ફાટક પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં બે વ્યક્તિના મોત જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બેફામ ગતિએ દોડી આવતી ટ્રકે કાર અને રિક્ષા તેમજ રાહદારીઓને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ હાલ ઈજાગ્રસ્તોને સારાવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

   
(9:02 pm IST)