Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

નરેશભાઈ પટેલનું મોટું નિવેદન : કહ્યું - હું કોંગ્રેસના ધારાસભ્યોને મળ્યો,હાઇકમાન્ડને નહીં:રાજકારણમાં જોડાવવા અંગે 10 દિવસમાં નિર્ણય લઈશ

નરેશભાઈ પટેલે કહ્યું -કોંગ્રેસ દ્વારા મારી પાસે પ્રપોઝલ આવેલું છે અને ડિમાન્ડ એમના જ ધારાસભ્યો એ મૂકી છે, મેં કોઈ ડિમાન્ડ નથી મૂકી: નરેશભાઈએ કહ્યું - હું બધી પાર્ટી માટે પોઝિટિવ જ છું, ગુજરાતનો વિકાસ થવો જોઈએ.

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નરેશભાઈ  પટેલને લઈને ખૂબ રાજકારણ થઈ રહ્યું છે, એકબાજુ રાજનેતાઓ દ્વારા નરેશભાઈ  પટેલ સાથે મુલાકાત કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ નરેશભાઈ  પટેલ શું રાજકારણમાં આવશે? અને આવશે તો કઈ પાર્ટીમાં જશે તેને લઈને પાટીદાર સમાજમાં ખૂબ ચર્ચા છે ત્યારે આજે આખરે નરેશ પટેલે જાહેરાત કરી નાંખી છે કે હું 10 દિવસમાં રાજકારણમાં જોડાવવાને લઈને જાહેરાત કરીશ. 

મંગળવારે દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશભાઈ  પટેલે આવ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં નરેશ પટેલે ફરીવાર તારીખ પે તારીખની જેમ નવી તારીખ આપી છે. નરેશભાઈ  પટેલે કહ્યું કે હું આગામી 10 દિવસમાં રાજકારણનો નિર્ણય જાહેર કરી દઈશ.

નરેશભાઈ  પટેલે કહ્યું કે હું દિલ્હી ગયો ત્યારે મારી સાથે પ્રતાપ દૂધાત અને ચાર ધારાસભ્ય હતા, ત્યાંથી હું બનારસ ગયો અને ત્યાંથી મુંબઈ જઈને પાછો આવ્યો છું. જોકે તેમણે હાઇકમાન્ડ સાથે મુલાકાત થઈ હોવાની વાતથી ઈનકાર કર્યો હતો, તેમણે કહ્યું કે હું બધી પાર્ટી માટે પોઝિટિવ જ છું, ગુજરાતનો વિકાસ થવો જોઈએ. 

   
(8:40 pm IST)