Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાહુલ ગાંધી સૂતરની આંટીને લઈને જબરા વિવાદમાં અટવાયા

વડોદરામાં રાહુલ ગાંધીએ આંટી પહેરી નહીં : દાહોદમાં પહેરી તો પગથિયાંમાં સરકાવી દીધી

  • અમદાવાદ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાહુલ ગાંધીએ વડોદરા ખાતે સુતરની આંટી પહેરવાની ના પાડતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને સુતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધીએ સુતરની આંટી પહેરવાનો ઇન્કાર કર્યો હતો. રાહુલ ગાંધીને આંટી પહેરાવવા જઈ રહેલા નેતાનો હાથ રાહુલે રીતસર હંડસેલી નાંખતા નેતાજી ભોંઠા પડી ગયા હતા
  • આટલું જ નહીં દાહોદમાં પણ રાહુલ ગાંધીએ સુતરની આંટીનું અપમાન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ આદિવાસી આગેવાનોએ પહેરાવેલી સુતરની આંટી જાહેરમાં જ પગથિયાં પર લટકાવી દીધી હતી
  • દાહોદમાં ટોપી હોલમાં આદિવાસી આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આદિવાસી આગેવાનોએ રાહુલ ગાંધીને સુતરની આંટી પહેરાવી હતી. આ સુતરની આંટીને પણ રાહુલ ગાંધીએ બેઠક પૂર્ણ કરીને નીકળતી વખતે પગથિયા પર જ લટકાવી દીધી હતી.
  •  વડોદરા અને દાહોદમાં રાહુલ ગાંધીએ સુતરની આંટીના કરેલા અપમાનના વીડિયો વાયરલ થતા જ રાજકારણ ગરમાયું છે. સુતરની આંટીને લઇને સામે આવેલા વીડિયોને લઇને રાહુલ ગાંધીની નિંદા થઇ રહી છે, તો ભાજપે પણ આ મામલે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. જો કે કોંગ્રેસે પણ ભાજપ પર આક્ષેપો કરીને નિશાન સાધ્યું છે.
   
(8:35 pm IST)