Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સાબરકાંઠા અને અરવલ્લીના ચાર લાખ પશુપાલકોમાં ખુશીની હેલી ફરી ળીઃ સાબર ડેરી દ્વારા ફરી દુધમાં ભાવ વધારો કરાયો

સાબર ડેરી દ્વારા દુધના કિલો દીઠ ફેટના ભાવમાં રૂા.10નો વધારો કરાયોઃ પ્રતિ કિલો 1.60 રૂપિયાનો વધારાનો નફો પશુપાલકોને અપાશે

સાબરકાંઠાઃ સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે સાબર ડેરીએ ભાવવધારાને લઇ મોટી જાહેરાત કરી છે. ડેરીએ પ્રતિ કિલો ફેરમાં રૂા.1.60 જેટલો વધારાનો નફો આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ ડેરીએ ભેંસના પ્રતિ કિલો ફેટે રૂા.10નો જ્‍યારે ગાયના પ્રતિ કિલો રૂા.6.90નો વધારો કર્યો છે. જેને લઇ ભેંસના દુધનો પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.740 જ્‍યારે ગાયના દુધનો પ્રતિ કિલો ફેટનો ભાવ રૂા.320.50એ પહોંચ્‍યો છે. તો નવો ભાવ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે.

સાબરકાંઠા અને અરવલ્લીના સાડા ચાર લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર બીજા કોઈએ નહીં પણ સાબરડેરીએ આપ્યા છે, જેણા કારણે પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશીમાં પાર નથી. ડેરીએ 1.60 રૂપિયા જેટલો વધારાનો નફો આપવાના નિર્ણયને લોકોએ આવકાર્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે સાબરડેરીએ દૂધના કિલો દીઠ ફેટના ભાવમાં રૂ 10નો વધારો કર્યો છે. માર્ચથી મે સુધીમાં ત્રણ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. સાબરડેરીએ ભેંસના પ્રતિ કિલો ફેટે રૂ 10 નો વધારો, જ્યારે ગાયના પ્રતિ કિલો ફેટે રૂ 6.90 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવવધારો 11 મેથી અમલમાં આવશે. જેની દરેક મંડળીને પરિપત્ર દ્વારા જાણ કરાઈ છે. ડેરીના આ નિર્ણયથી સાડા ચાર લાખ પશુ પાલકોને ફાયદો થશે.

સાબરડેરીએ દૂઘમાં કરેલા ભાવવધારાથી ભેંસના પ્રતિ કિલો ફેટ રૂ 10નો વધારો થતાં હવે પશુ પાલકોને રૂ.740 મળશે. જ્યારે ગાયના પ્રતિ કિલો ફેટ રૂ 6.90 નો વધારો થતો હવે પશુપાલકોને રૂ 320.50 મળશે. સાબરડેરી નિયામક મંડળ પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે.

ગત માર્ચ મહિનામાં મહેસાણા દૂધસાગર ડેરીએ પણ પશુપાલકોને ખુશખબર આપ્યા હતા. અને દૂધ પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કર્યો હતો. મહેસાણા દૂધસાગર ડેરી પશુપાલકોને 680ના બદલે રૂ.700 ચૂકવી રહી છે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટના 20 રૂપિયાથી વધુ મળ્યા હતા. દૂધસાગર ડેરી દ્વારા 6.50 લાખ પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવાયો હતો.

(5:38 pm IST)