Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વડોદરા:પદમલા ગામના બ્રિજ નજીક બાઈક સ્લીપ થતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઇજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મોત

વડોદરા:પદમલા ગામના બ્રિજ પાસે બાઇક સ્લિપ થતા બાઇક ચાલકના મિત્રને માથા તથા કપાળ પર ગંભીર ઇજા થઇ હતી.ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન આજે સવારે મોત થયું હતું.છાણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો  પાસેથી મળતી માહિતી મુજબ,દશરથ ગામ પાસે રામા રેસિડેન્સીમાં રહેતા ૪૭ વર્ષના જીતેન્દ્ર વિઠ્ઠલભાઇ પરમાર ખાનગી કંપનીમાં સ્ટોર કિપર તરીકે નોકરી કરે છે.ગત તા.૪ થી એ તેઓ આસોદરમાં રહેતા મિત્રના ઘરે લગ્ન પ્રસંગે ગયા હતા.લગ્ન પ્રસંગમાં મોડું થઇ જતા તેઓ મિત્ર તરૃણ ત્રિભુવનભાઇ સોલંકી (રહે.ગાંધીનગર સોસાયટી, બોરસદ) ના ઘરે ગયા હતા.રાતે બહુ મોડું થઇ ગયું હોઇ મિત્ર  તરૃણ સોલંકી પોતાની બાઇક પર તેનેેે મૂકવા માટે નીકળ્યો હતો.બંને મિત્રો દશરથ આવતા હતા.તે દરમિયાન પદમલા ગામ બ્રિજ પાસે તરૃણ સોલંકીએ બાઇક પરનો કાબૂ ગુમાવતા બંને  રોડ પર પટકાયા હતા.જીતેન્દ્રને માથા તથા કપાળ પર ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.મૃતકની પત્નીએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ.નૂરમહંમદે આ અંગે ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

(5:13 pm IST)