Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં ઉનાળાના દિવસોમાં દુષિત પાણી મળતા લોકોએ ફરિયાદ નોંધાવી રોષ દેખાડ્યો

વડોદરા:શહેરમાં ઉનાળાના દિવસોમાં પાણી પ્રેશરથી નહીં મળવાની સાથે સાથે ઘણા વિસ્તારોમાં દૂષિત અને કાળા રંગનું મળતું હોવાની ફરિયાદો વધી ગઈ છે, છતાં આ અંગે કોઈ નિવેડો આવતો નથી. શહેરના વોર્ડ નં.૧૩ માં પથ્થરગેટ વિસ્તારમાં એક મહિનાથી ઉપલા ફળિયા, રાવળિયા વાસ, પરદેશી ફળિયું, ખારવાવાડ અને કાછિયા પોળમાં પાણીની સમસ્યા છે. વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ હાલ ગટરની સફાઈ કરનાર કર્મચારીઓના સ્ટાફની શોર્ટેજ છે. ઘણી જગ્યાએ ગટરો ઓવરફ્લો છે અને સફાઈ નહીં થતા જ્યાં ગટર અને પાણીની લાઈન ભેગી થઈને લિકેજ સર્જાયું હશે તેના લીધે વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે. ઉનાળાના દિવસોમાં પાણીને લીધે રોગચાળાની ભીતિ ઊભી થઈ છે. સવારે પાણી ચાલુ થાય ત્યારે લોકો દશ પંદર મિનિટ સુધી પાણી તો જવા દે છે કેમકે તે ભરી શકાય તેવું હોતું નથી, ત્યારબાદ પાણી સારું આવે તે ભરવું પડે છે. ગટર મિશ્રિત કાળા રંગના પાણીને કોઈ ઉપયોગ થઈ શકે તેમ હોતો નથી. 

(5:13 pm IST)