Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે મરી મસાલાનો વેચાણ કરતી સંસ્થાઓમાં દરોડા પાડી સેમ્પલ ચેકીંગ માટે મોકલ્યા

સુરત:મહાનગર પાલિકાના ફુડ વિભાગે ગઇકાલે કેરીના રસનું વેચાણ કરતી સંસ્થાઓ માં દરોડા પાડયા બાદ આજે મરી મસાલાનો વેચાણ કરતી સંસ્થાઓ માં દરોડા પાડયા છે. મસાલા સેમ્પલ લઇને તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉનાળો શરૂ થતાની સાથે જ સુરતની અંદર કેરીના રસ ઉપરાંત વર્ષ દરમિયાન ભરવા માટે મસાલા નું વેચાણ પૂરજોશમાં શરૂ થાય છે. મરી મસાલાના ધંધામાં ઘણીવાર હોવાની ફરિયાદ બહાર આવે છે. હાલમાં મસાલા નું વેચાણ શરૂ થતાની સાથે જ પાલિકા તંત્રના ફુડ વિભાગે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. સુરત મહાનગર પાલિકાના તમામ ઝોનમાં મસાલા નું વેચાણ કરતી સંસ્થાઓ માં થી સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. દુકાનો માંથી લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. સેમ્પલ ના પરિણામ બાદ જો સેમ્પલ નાપાસ થશે તો દુકાનદાર સામે કેસ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા મરી મસાલાના વેચાણ કરતી દુકાનોમાંથી હાલ સેમ્પલ લઇ રહી છે. પરંતુ આ સિઝનમાં શહેરમાં અનેક ઝોનમાં સીઝનલ ધંધો કરતા મસાલાના સ્ટોલ શરૂ થઈ જાય છે. સૌથી વધુ ભેળસેળની ફરિયાદ આવા સ્કૂલમાં થકી હોય છે. જેના કારણે આવા સ્ટોલમાં સૌથી વધુ ચકાસણી જરૂર હોય તેવી લોકોની માંગણી છે.

(5:10 pm IST)