Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કપડવંજ તાલુકાના તૈયબપુરમાં જાહેર રસ્તા પર ગટરના ગંદા પાણી ફરતા સ્થાનિક લોકોમાં રોષ

નડિયાદ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તૈયબપુરા ગામે ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર વહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગટરલાઇનનું કામ અધુરુ છોડી દેવાતા આ સમસ્યા સર્જાઇ છે, અને તેને કારણે રહીશોને ગામમાં ગંભીર રોગચાળો ફેલાવવાની ભીતી સતાવી રહી છે.

તૈયબપુરા ગામે થોડા સમય પહેલા ગામમાં ગટરલાઇન નાખવાનું કામ શરુ કરવામાં આવ્યુ ંહતું. પરંતુ કોઇ કારણોસર આ કામ અધુરું છોડી દેવામાં આવ્યુ ંહતું. પરંતુ ગામના સરપંચ અને અન્ય સરકારી ક્વેરીને કારણે ગ્રામજનોને ભોગવવાનો વારો આવ્યો છે. કામ અધુરું રહેવાને કારણે ગટર લાઇન માટે નાખેલા ભંુંગળાના ખાડાઓમાં ઠેર ઠેર કચરો જમા થઇ રહ્યો છે. ઉપરાંત ગામના જાહેર રસ્તાઓ પર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. અસહ્ય દુર્ગંધ મારતું ગંદુ ગટરનું પાણી અને કચરાને કારણે ગામમાં અસહ્ય ગંદકી પણ ફેલાઇ છે. જાહેર રસ્તા પરથી આ ગટરના ગંદા પાણીની અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ખુલ્લામાં વહેતા આ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આથી ગ્રામજનોને ગામમાં ગંભીર રોગચાળો ફેલાવવાની ભીતી સતાવી રહી છે. 

(5:08 pm IST)