Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કલોલના ધમાસણા ગામે વ્યાજખોરના ત્રાસથી કંટાળી પતિએ ઘર છોડી દેતા પત્નીએ પોલીસનો સહારો લીધો

કલોલ : કલોલ ધમાસણા ગામે રહેતો યુવક વ્યાજખોરોના ત્રાસથી પોતાનું ઘર છોડીને લાપતા બન્યો છે તેણે પોતાની પત્નીને લખેલી ચિઠ્ઠીમાં વ્યાજખોરો તેને પૈસા માટે હેરાન પરેશાન કરીને ધમકી આપતા હોવાનું જણાવતા તેની પત્નીએ પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

કલોલ તાલુકાના ધમાસણા ગામે રહેતો સમીર જયંતીભાઈ પટેલ ઉંમર વર્ષ - ૪૧ તા.૩૦ એપ્રિલના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાં ચાલી ગયો છે? લાપતા  થયેલા યુવાન અંગે તેની પત્ની નીલમ પટેલે પોલીસ મથકમાં જાણ કરી હતી ત્યારબાદ નિલમને તેના પતિએ એક પત્ર લખ્યો હતો જે તેને સ્પીડ પોસ્ટ દ્વારા મળ્યો હતો આ પત્રમાં જણાવ્યા અનુસાર તેને વ્યાજ ખોરો  હેરાન કરતા હોવાથી તે ઘર છોડીને ફરાર થઇ ગયો છે આ ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર જલુંદ ગામે રહેતા રાજુભાઈ ભીખાભાઈ રબારી પાસેથી તેમણે ૧૫ લાખ રૃપિયા વ્યાજે લીધા હતા જેની સામે બે વીઘા જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હોવા છતાં તે પૈસાની ઉઘરાણી કરતો હતો અને આઠ લાખ રૃપિયા બાકી કાઢયા હતા અને તે આઠ લાખ આપી દેવા દબાણ કરતો હતો તેમજ જલુંદના જ જેસંગ ભાઈ ભીખાભાઈ રબારી પાસેથી રૃપિયા નવ લાખ લીધા હતા નવ લાખ રૃપિયા તેમણે મકાન વેચીને જેસંગ ભાઈ ને સુપત  કરેલ હોવા છતાં તેઓ દોઢ વિઘા જમીન નું લખાણ આપેલ હતું તે પરત આપતા નથી તેમ જ જીવાભાઇ ભીખાભાઈ રબારી પાસેથી તેમણે પાંચ લાખ રૃપિયા વ્યાજે લીધા હતા આ પાંચ લાખ રૃપિયાનો ત્રણ મહિનાનો ૧૮૦૦૦૦૦ વ્યાજ ગણ્યું  હતુ અને ૧૮ લાખનો ૨૦ મહિનાનું ૧૦% લેખે વ્યાજ આપવાનો હિસાબ બાકી હતો આ ત્રણેય જણા અવારનવાર ત્રાસ આપતા હતા અને ધમકીઓ આપતા હતા તેમજ દશરથભાઈ પટેલ પાસેથી રૃ ૧૨૫૦૦૦ લીધા હતા જેની સામે ચાર લાખ રૃપિયા પાછા આપી દીધા હોવા છતાં તે ચેક પરત આપતા ન હતા તેમજ જેલાભાઈ ભુલાભાઈ દેસાઈ પણ હિસાબ ચૂકતે કર્યો હોવા છતાં ચેક પરત આપતા નથી અને વારે ઘડીએ ફોન કરીને પૈસાની ઉઘરાણી કર્યા કરે છે તેથી તેઓ બોર  પર જઇ શકતા નથી અને ઘરે પણ રહી શકતા નથી અને તેના કારણે ઘર છોડી ને  ગયા હોવાનું ચિઢ્ઢી  માં જણાવેલ છે જેના આધારે સમીરભાઈ ના પત્ની નીલમ બેન એ પોલીસ મથકમાં  જીવાભાઈ ભીખાભાઈ રબારી તથા રાજુભાઇ ભીખાભાઈ રબારી જેસંગ ભાઈ ભીખાભાઈ રબારી ત્રણેય રહે જલુંદ તાલુકો જીલ્લો ગાંધીનગર તથા દશરથભાઈ પટેલ રહે વડું અને ભુરાભાઈ જલાભાઈ રબારી રહે સદાસપુર ચાણસ્મા સામે  ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

(5:05 pm IST)