Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગુજરાતમાં પહેલા આદિવાસી મુખ્‍યમંત્રી કોંગ્રેસે આપ્‍યા : નરેશ પટેલ જલદી જોડાય જશે તો અમે સૌ રાજી થઇએ

રાજકોટ, તા. ૧૦ : વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મિશન-ર૦રર ની ચૂંટણીને લઇને દરેક પક્ષ કમરકસી રહ્યો છે. જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પ્રચારના મેદાનમાં ઉતરી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે શ્રી ગણેશ કર્યા છે ત્‍યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેની શરૂઆત આજે દાહોદથી કરેલ અને આદિવાસી સંમેલનને સંબોધન કર્યુ હતું.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું આદિવાસીઓને લઇને મોટું નિવેદન સામે આવ્‍યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હંમશાથી આદિવાસીઓ સાથે રહી છે, ગુજરાતમાં પહેલા આદિવાસી મુખ્‍યમંત્રી કોંગ્રેસે આપ્‍યા હતા.

હાર્દિક પટેલ વધુમાં કહ્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું પક્ષ પાસે કામ માગું છું અને કોંગ્રેસમાં જ રહીશ. સાથે જ હાર્દિકે એ પણ કહ્યું હતું કે, ખોડલધામના નરેશ જલદી જ કોંગ્રેસ સાથે જોડાય તો સૌ કોઇ રાજી થઇ જાય.

(1:21 pm IST)