Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

બોટાદમાં બુલડોઝર :લાઉડ સ્પીકર વિવાદમાં ધમકી આપનાર આરોપી સીરાજના મકાન ઉપર વહીવટી તંત્રે ફેરવ્યું બુલડોઝર

સીરાજ ઉર્ફે શેરું ડોન સામે અત્યાર સુધીમાં 34 ફરિયાદ નોંઘાઈ ચૂકી છે.: સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવાયું

મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડ સ્પીકર વિવાદ હવે ગુજરાત સુધી પહોંચી ગયો છે.બોટાદમાં  હિન્દૂ મંદિરો પર લાઉડ સ્પીકરને લઈને સીરાજ નામના યુવકે ધમકી આપી હતી.જે બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. તમને જણાવવું રહ્યું કે, સીરાજ ઉર્ફે શેરું ડોન સામે અત્યાર સુધીમાં 34 ફરિયાદ નોંઘાઈ ચૂકી છે.હાલ આરોપી સીરાજના ઘર પર વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે,કારણ કે સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યુ હતુ.

લાઉડ સ્પીકર ધમકીના મામલે બોટાદ પોલીસે 2 દિવસ પહેલા જ તેની ધરપકડ કરી હતી.હવે તેની તમામ ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર ફેરવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.આરોપી સીરાજ અને ગુનાને જુનો નાત હોય તેવુ લાગી રહ્યુ છે, કારણ કે અત્યાર સુધીમાં સીરાજના ગુનાહિત ઇતિહાસમાં પોલીસ  ચોપડે 34 જેટલી FIR નોંધાઈ ચૂકી છે.

 

આ પહેલા ખંભાતમાં પણ વહીવટીતંત્  દ્વારા ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવીને દરગાહની બાજુમાં આવેલી 7 જેટલી કેબિનો તોડી પાડી હતી.જે બાદ મામલો વિસક્યો હતો.ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખરગોનમાં પણ પ્રશાસન દ્વારા હિંસાના આરોપીઓ અને પથ્થરબાજોની ગેરકાયદેસર મિલકતો તોડી પડાઈ હતી

(12:39 pm IST)