Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જાણીતા લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો

સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યાઃ અગાઉની અદાવતમાં હુમલો થયાનો દાવો

ધરમપુર, તા.૧૦: જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ઉપર હુમલાની ઘટના બની છે.  પાટણના ધારપુર ગામે યોજાયેલા કાર્યક્રમમાં હુમલો કરવામાં આવ્‍યો છે. જેથી ઈજાગ્રસ્‍ત લોયગાયિકાને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવી છે. દિગડી ગામના રમુ દેસાઈએ અન્‍ય ૪ શખ્‍સો સાથે મળીને  જૂની અદાવતમાં હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના ધારપુર ખાતે લોકગાયિકા કાજલ મહેરિયાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન લોકગાયિકા કાજલ મહેરિયા પર ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્‍યો છે. કાજલ મહેરિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે, આ હુમલો જૂની અદાવતને ધ્‍યાનમાં લઈને દિગડી ગામના રમુ દેસાઈએ અન્‍ય ૪ શખ્‍સો સાથે મળીને કર્યો છે. મહત્‍વનું છે કે, કાજલ મહેરિયા પર કરવામાં આવેલા હુમલામાં કાર્યક્રમના આયોજકોને પણ ઈજા પહોંચી છે. તથા લોકગાયિકાની ગાડીને પણ નુકસાન પહોંચ્‍યું છે.

આ હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક ખાતે હુમલાખોર રમુ દેસાઈ સહિત અન્‍ય ૪ શખ્‍સો સામે ફરિયાદ નોધાવતાં બાલીસણા પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે

(10:56 am IST)