Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

‘ટી પોસ્‍ટ'ને મળ્‍યો ‘મોસ્‍ટ ઇનોવેટિવ ફૂડ પ્રોજેકટ' એવોર્ડ

એશિયાના સૌથી મોટા ટુરિઝમ એવોર્ડમાં ચાર એવોર્ડ મેળવીને ટી પોસ્‍ટ રાજકોટનું નામ દીપાવ્‍યું : કંપનીના અમદાવાદ, જામનગર અને રાજકોટના કાફે પણ ‘ટુરિઝમ એવોર્ડસ'માં બેસ્‍ટ થીમ બેઝડ કાફેથી સન્‍માનિત

રાજકોટ તા.૧૦ : તાજેતરમાં યોજાયેલા ‘ટુરિઝમ અવોર્ડ્‍સ' સમારંભમાં કાફે ચેઇન ‘ટી પોસ્‍ટ'ને ‘મોસ્‍ટ ઈનોવેટિવ ફૂડ પ્રોજેક્‍ટ' અવોર્ડથી નવાજવામાં આવી છે. આ અવોર્ડ્‍સના પ્રાયોજનમાં ગુજરાત ટુરિઝમ, ગુજરાત સરકાર અને સાયન્‍સ સિટી પણ સાથે હોય છે. એશિયાના સૌથી વિશાળ અવોર્ડમાં ગણના પામતા આ અવોર્ડ સમારંભની પાંચમી એડિશન સાયન્‍સ સિટીમાં ‘વિજ્ઞાન ભવન'ખાતે યોજાઈ હતી જેમાં કંપનીના અમદાવાદ, જામનગર અને રાજકોટ ખાતેના ત્રણે કાફેને બેસ્‍ટ થીમ બેઝ્‍ડ કાફેથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
શ્રી દર્શન દસાણી દ્વારા રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર ૨૦૧૩માં પ્રથમ આઉટલેટ શરૂ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારપછીના નવ વર્ષના ગાળામાં ટી પોસ્‍ટ ફૂડ ઈન્‍ડસ્‍ટ્રીમાં ખૂબ ઝડપી પ્રગતિ કરનાર કંપનીઓ પૈકી એક બની ગયું છે. હાલ અમદાવાદ, જામનગર, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જયપુર, ઉદેપુર, બિકાનેર, ઈન્‍દોર, મુંબઈ તથા પૂણેમાં કુલ ૨૦૦ આઉટલેટ છે જેમાં અંદાજે ૫૦૦ કર્મચારી કામ કરે છે. આ ૨૦૦ પૈકી કંપનીએ ૩૦ આઉટલેટ તો કોરોનાકાળના એક વર્ષ કરતાં ઓછા સમયમાં શરૂ કર્યા છે. હવે દુબઈમાં પ્રથમ આઉટલેટ શરૂ કરવા સાથે કંપની વૈશ્વિક બનવા જઈ રહી છે.
આ અવોર્ડ મેળવવા બદલ પ્રતિભાવ આપતા ટી પોસ્‍ટના સ્‍થાપક દર્શન દસાણીએ કહ્યું હતું કે, ‘હું એ તમામ ટી-લવર્સનો આભાર માનવા માગું છું જેમણે સતત અમને સાથ આપ્‍યો છે. આ ઉપરાંત ‘ટી પોસ્‍ટ'ની સમગ્ર ટીમના સહકારને કારણે આજે અમે ફૂડ ઈન્‍ડસ્‍ટ્રીમાં અત્‍યંત પ્રતિષ્ઠિત કંપનીઓ પૈકી એક બન્‍યા છીએ. આગામી વર્ષોમાં અમે ફૂડ ઈન્‍ડસ્‍ટ્રીમાં સૌથી વિશાળ અને સૌથી વિશ્વાસુ કંપની બનવા તથા નાગરિકો માટે રોજગારીની તકો સર્જવા પ્રયાસ કરીશું.'
‘ટી પોસ્‍ટ'નો પ્રારંભ દેશના ટી-લવર્સને ધ્‍યાનમાં રાખીને શરૂ કર્યો હતો અને એવી માન્‍યતા તોડવા પ્રયાસ કર્યો છે કે કાફેમાં માત્ર કોફી જ મળે. કંપની તેના આઉટલેટ્‍સમાં ચાની સાથે પરંપરાગત નાશ્‍તાને પણ પ્રમોટ કરે છે. કંપનીના અમદાવાદ, જામનગર તથા રાજકોટમાં સૌથી મોટા થીમ બેઝડ કાફે ‘ટી પોસ્‍ટ - ધ દેસી કાફે' આવેલા છે.
અવોર્ડ સમારંભમાં રાજયના મુખ્‍યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલ, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. (ટીસીજીએલ)ના એમડી આલોક પાંડે, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા, ગુજરાત પ્રવાસનના સચિવ હરીત શુક્‍લ, ગુજરાતના ડીડીપી આશિષ ભાટિયા, બીએસએફના આઈજી જીએસ મલ્લિક તથા અમદાવાદના નાયબ મેયર ગિતા પટેલ સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્‍યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે કહ્યું હતું કે, સરકાર રાજયમાં વિશ્વકક્ષાના પ્રવાસનને વિકસાવવા માગે છે અને રાજયે ‘નડા બેટ'ખાતે સીમા દર્શન નામે સરહદી પ્રવાસનનો પણ વિકાસ કર્યો છે

 

(10:29 am IST)