Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમદાવાદમાં 14 વર્ષના તરૂણને હોસ્પિટલ સ્ટાફે ખોટી રસી આપી દેતા તરુણ બેભાન

તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડયો : કોવિશિલ્ડની જગ્યાએ કોવેકસીન રસી આપ્યાનો પરિવારનો આક્ષેપ બાળકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી

અમદાવાદની ન્યુ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટરમાં 14 વર્ષના તરુણને કોવૈક્સિન રસી આપવાને બદલે 18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આપતી કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ આપી દેવાંમાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જેને લઈને તરુણ બેભાન હાલતમાં થયો હતો. જે ને લઈને આ મામલે ઉહાપોહ મચી ગયો છે. બાળકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી છે.

અમદાવાદના વાસણા ખાતે 14 વર્ષના તરૂણે રસીનો ડોઝ લીધો હતો. અમદાવાદના ન્યુ આંબાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે તરુણે રસીનો ડોજ્ લીધો હતો. ત્યારબાદ તરુણ એકાએક બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. ધ્રુવરાજ સિંહ વાઘેલા નામના તરુણ બેભાન થઇ પડતાં ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી. અને આરોગ્ય સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ મામલે આ સમગ્ર ઘટનાને લઈ ધ્રુવરાજસિંહને એસવિપી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખોટી રસી આપવામાં આવી હોવાથી તરુણ બેભાન થયો હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. જેથી ભોગગ્રસ્તના  માતા-પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

ધ્રુવરાજસિંહના પિતાના જણાવ્યા અનુસાર મારો દીકરો 14 વર્ષનો હોવાથી અમે વેક્સિન લેવા ગયા ત્યારે ઉમર અંગે ચોખવટ કરી હતી છતાં સ્ટાફે આડેધડ ખોટી રસી લગાવી દેતા મારા દીકરાની આ સ્થિતિ થઇ હતી. આ અંગે જાણ થતા SVP હોસ્પિટલ સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો અને ફરિયાદ ન કરવા રિક્વેસ્ટ કરી હતી. એટલું જ નહી જો ફરિયાદ કરશો તો તમને પણ ખોટા કેસમાં ફિટ કરી દેશું તેવી ધમકી આપી હોવાનો પણ તરુણના પિતાએ દાવો કર્યો હતો

(12:38 am IST)