Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સાબર ડેરીએ બે મહિનામાં ત્રણ વખત વધાર્યા દૂધના ભાવ : પશુપાલકોમાં ખુશીનો માહોલ

ભેંસના દૂધમાં કિલો ફેટે 10 રૂપિયા અને ગાયના દૂધમાં કિલો ફેટે રૂપિયા 6.90નો વધારો કર્યો

સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ છે. સાબર ડેરીએ માર્ચ મહિનાથી આ સતત ત્રીજી વખત દૂધના ખરીદી ભાવમાં વધારો કર્યો છે. આ નવા ભાવથી ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

સાબર ડેરી દ્વારા સતત ત્રીજી વખત દૂધના ભાવમાં કરાયો વધારો. ભેંસના દૂધમાં કિલો ફેટે 10 રૂપિયા અને ગાયના દૂધમાં કિલો ફેટે રૂપિયા 6.90નો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ પ્રમાણે ભેસના દૂધનો કિલો ફેટે રૂપિયા 740 અને ગાયના દૂધનો ભાવ રૂપિયા 320 ચુકવવામાં આવશે. 11 મેના રોજથી નવો ભાવ અમલી બનશે. ડેરીના નિર્ણયથી ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો 

અગાઉ માર્ચ મહિનામાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. સાબર ડેરીએ 1લી માર્ચે 10 રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો, જ્યારે 21 માર્ચના રોજ પ્રતિ કિલો ફેટનો 10 રૂપિયા ભાવ વધારો કર્યો હતો. ગુજરાતના તમામ સંઘો કરતાં સાબર ડેરીનો ભાવ સૌથી વધુ છે.

(12:12 am IST)