Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજ્યના સરકારી કર્મચારીઓના મહાઆંદોલનના મંડાણ:એક સાથે 72 સંગઠનોએ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં મોરચો માંડ્યો

ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના : આંદોલનમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય ખાતુ સહિત 72 વિભાગના કર્મચારીઓ સામેલ

અમદાવાદ :  રાજ્યના સરકારી કર્મચારીઓએ મહાઆંદોલનના મંડાણ માંડ્યા છે. આજે એક સાથે 72 સંગઠન ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે. આ મામલે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી છે. આ આંદોલનમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય ખાતુ સહિત 72 વિભાગના કર્મચારીઓ સામેલ છે.

  તમામ વિભાગના કર્મચારીઓની અલગ અલગ માંગો સાથે વિરોધ પ્રદર્શન અને ધરણા કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માગ કરી રહ્યાં છે. હવે તમામ અલગ અલગ સરકારી કર્મચારીઓના સંગઠન અલગ અલગ માગ સાથે એક મંચ પર આવ્યા છે.સરકારી કર્મચારીઓની મુખ્ય માગ જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવાની છે. આ સિવાય સાતમા પગાર પંચનો લાભ, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની જેમ સળંગ સર્વિસ ગણવી અને અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવાની માગ સામેલ છે.

રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠનો દ્વારા ધરણાં પર છે. ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં 10 વાગ્યાથી ધરણાં પર યથાવત છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર સામે સરકારી કર્મચારીઓ મહા આંદોલનના મૂડમાં છે.

(12:10 am IST)