Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વર્લ્ડ બેંકની ટીમ સુરતમાં :તાપી નદીના કિનારે બનશે રિવર ફ્રન્ટ :7 હજાર કરોડથી વધુ ખર્ચ થવાનો અંદાજ

લોન મેળવવા પાલિકાની કામગીરીને લઈ કેન્દ્ર સરકારના 12 નિષ્ણાંતોની ટીમ સમક્ષ પાલિકાના અધિકારીઓ પ્રેઝેન્ટેશન કર્યું

વર્લ્ડ બેંકની ટીમ છ દિવસ માટે સુરતની મુલાકાતે આવી છે. તાપી નદીના બંને કિનારે રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે લોન મેળવવા પાલિકાની કામગીરીને લઈ કેન્દ્ર સરકારના 12 નિષ્ણાંતોની ટીમ સમક્ષ પાલિકાના અધિકારીઓ પ્રેઝેન્ટેશન કર્યું હતું.

રિવરફ્રન્ટ પાછળ 7 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. સિમેન્ટ અને સ્ટીલ સહિતની ચીજવસ્તુઓની કિંમતોમાં થયેલ ભાવ વધારાના કારણે ખર્ચ 7 હજાર કરોડને પાર કરે તેવી શકયતા સેવાઈ રહી છે.

પાલિકાના મતે રિવરફ્રન્ટ માટે સરકારી ઉપરાંત ખાનગી જમીનો મેળવવી જરૂરી છે. જેમાં માત્ર જમીન સંપાદન પાછળ રૂપિયા 700 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ખર્ચના 70 ટકા રકમ વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવશે. વર્લ્ડ બેંકની ટીમમાં હાઇડ્રોલિક, સીટી પ્લાનિંગ, રિવર ફ્રન્ટ, ફાયનાન્સ સહિત અલગ અલગ વિષયના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ છ દિવસ સુધી સુરત ખાતે રોકાઈ 14મીના રોજ ટિમ સુરતથી પરત જવા રવાના થશે.

   
 
   
(12:00 am IST)