Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વડનગરમાં પીએમ મોદીએ જયાં પ્રાથમિક શિક્ષણ મેળવેલ તે પ્રેરણા સ્કૂલનું 30 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

પ્રેરણા સ્કૂલની પાસે ત્રણ માળનો વોચ ટાવર પણ ઉભો કરાશે:વોચ ટાવર પરથી આખું વડનગર નિહાળી શકાશે: પ્રેરણા સ્કૂલની પાસે પર્યટકો માટે કાફેટેરિયા પણ બનાવાશે જયાં પ્રેરણા સ્કૂલનો જૂનો ઇતિહાસ, વડાપ્રધાન મોદીની બાળપણની યાદો કંડારવામાં આવશે.

મહેસાણાના વડનગરમાં વડાપ્રધાન મોદીએ જયાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે તે પ્રેરણા સ્કૂલને નવું લુક આપવામાં આવશે. રૂપિયા 30 કરોડના ખર્ચે પ્રેરણા સ્કૂલનું નવીનીકરણ કરવામાં આવશે. પ્રેરણા સ્કૂલની પાસે ત્રણ માળનો વોચ ટાવર પણ ઉભો કરાશે. વોચ ટાવર પરથી આખું વડનગર નિહાળી શકાશે. પ્રેરણા સ્કૂલની પાસે પર્યટકો માટે કાફેટેરિયા પણ બનાવાશે. જયાં પ્રેરણા સ્કૂલનો જૂનો ઇતિહાસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાળપણની યાદો કંડારવામાં આવશે

નગરજનો માટે આ એક અનમોલ ભેટ હશે. અહીં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ અપાશે. પ્રેરણા સ્કૂલની બાજુમાં પાર્કિંગ એરિયા, કાફેટેરિયા પણ બનાવવામાં આવશે. ઉપરાંત અહીં ત્રણ માળનો વોચ ટાવર ઉભો કરવામાં આવશે. અહીંથી આખા શહેરનો નજારો જોઈ શકાશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 30.77 કરોડ રૂપિયા ખર્ચાશે. .

   
(11:35 pm IST)