Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમદાવાદમાં ગરમીનો વધુ એક રાઉન્ડ :તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચશે

રાજ્યભરમાં વાતાવરણમાં વારંવાર ફેરફાર :અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદીઓ માટે આ ઉનાળો દિવસે દિવસે કપરો બની રહ્યો છે. એપ્રિલ બાદ મે મહિનો પણ કાળઝાળ ગરમીમાં પસાર થઈ રહ્યો છે. જો કે, આગામી દિવસોમાં પણ અમદાવાદીઓને ગરમીમાં કોઈ રાહત નહીં મળે. તે મુજબ ગુજરાતમાં હજુ પણ છ દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં વારંવાર ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરમીના ઉતાર ચઢાવ વચ્ચે ફરીથી કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી જઈ શકે છે. જેને પગલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેથી શહેરીજનોની ચિંતા વધી છે. આમ શહેરીજનો આગામી છ દિવસ ગરમીના વધુ એક રાઉન્ડનો અનુભવ કરશે  

   
(10:53 pm IST)