Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે:હવામાન વિભાગની આગાહી: ખેડૂતોમાં ચિંતા

માવઠાની મોકાણ વચ્ચે કેરીનાં પાકને સાચવવો કયા ?:જો માવઠું થશે તો ખેડૂતોની માઠી દશા થશે

અમદાવાદ : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. હાલ કેરીની સિઝનમાં એક તરફ કેરીનું ઉત્પાદન મોડું છે જેથી કેરી બજારમાં માંડ ધીમાં પગલે આવી રહી છે. માવઠાની મોકાણ વચ્ચે કેરીનાં પાકને સાચવવો કયા તે સવાલો ઊભા થયા છે. જો માવઠું થશે તો ખેડૂતોની માઠી દશા થશે. મહત્વનું છે કે એક બાજુ ગત સાલ ત્રાટકેલા વાવાઝોડા અનેક અંબાઓનો સોથ વળી જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.  

   
(10:51 pm IST)