Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુ ઘટાડવા DSP પ્રશાંત સુંબેના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના  અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટર ઓફીસ ખાતે  યોજાયેલી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાનો રોડ સેફ્ટી એક્શન પ્લાન-૨૦૨૨-૨૩ ને મંજૂર કર્યો હતો તેમજ  જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તે રીતનું સૂચારૂ આયોજન ઘડી કાઢવા પર ખાસ ભાર મૂક્યો હતો.
  આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એચ. કે. વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષક એસ.જે.મોદી અને  વાણી દુધાત, સભ્ય સચિવ,ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટી અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડ, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી ના પ્રતિનિધી, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફીસર રાહુલ ડોઢીયા, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ષાબેન વસાવા,માર્ગ અને મકાન વિભાગ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકને સંબોધતા જિલ્લા  પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં જાહેર પાર્કિંગની સુવિધા સુનિશ્તિ કરવા,  જરૂરીયાત જણાય ત્યાં પાર્કિંગ ઝોન તેમજ નો-પાર્કિંગ ઝોન ઉભા કરવાની સાથે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી અંતર્ગત બહાર પડાયેલ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવાં કરવાની સાથોસાથ રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં જે કામો અધુરા હોય તે કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ પણ કરાઇ હતી.

આ પ્રસંગે મોટર વાહન નિરીક્ષકશ્રી અને રોડ સેફ્ટી નોડલ અધિકારીશ્રી વી.ડી.અસલે ઉક્ત બેઠકની રૂપરેખા રજુ કરી હતી.

   
 
   
(10:46 pm IST)